ગુજરાત કોરોના Live: રાજ્યમાં કુલ 14,829 પોઝિટિવ કેસો કુલ મૃત્યુઆંક 915 પહોંચ્યો

સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ 6 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા…

ધાંગધ્રા તાલુકાના ઇસદ્રા, કોંઢ અને જેગડવા મળી ત્રણ ગ્રામ્ય વિસ્તારમાં એક એક કોરોના પોઝિટિવ

પાટડી તાલુકાના અખિયાણા ગામે એક કરોના કેસ પોઝિટિવ

ચુડા તાલુકાના બળાલા ગામે બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

આમ ધાંગધ્રા તાલુકાના 3, પાટડી તાલુકાનો 1 અને ચુડા તાલુકા 2 મળી ગ્રામ્ય વિસ્તારો માંથી 6 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા લોકોની ચિંતામાં સતત વધારો થયો

આરોગ્યની ટીમોએ ગ્રામ્ય વિસ્તારોમાં દોડી જઇને સર્વેલન્સની કામગીરી હાથ ધરી

9:19 AM

અમદાવાદ ગ્રામ્યમાં વધુ 6 પોઝિટિવ કેસ નોંધાયા, બાવળા અને ધોળકામાં 1-1 કેસ, દસક્રોઈ તાલુકામાં 4 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ 6 કેસથી અમદાવાદ જિલ્લામાં કુલ 170 કેસ થયાં

27-5-2020 ગુજરાત લાઇવ અપડેટ

08:10 PM

ગુજરાત રાજ્યના આરોગ્ય સચિવ જ્યંતિ રવિની પ્રેસ કોન્ફરન્સ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 361 પોઝિટિવ કેસ નોંધાયા

કોરોના વાયરસના ચેપથી આજે રાજ્યમાં વધુ 27 દર્દીઓના મોત થયા

સારવાર બાદ કોરોનાથી ચેપ મૂક્ત થતા આજે 503 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા

રાજ્યમાં કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ વધીને 48.13 ટકા થયો

આજે રાજ્યમાં નોંધાયેલા 361 નવા કોરોના પોઝિટિવ કેસમાંથી સૌથી વધુ કેસ અમદાવાદમાં 251 કેસ, સુરતમાં 36 કેસ, વડોદરામાં 31 કેસ, સાબરકાંઠામાં 08, જામનગરમાં 5, ગાંધીનગરમાં 7 કેસ, બનાસકાંઠા, મહીસાગર અને વલસાડમાં 3-3 કેસ, ભાવનગર, અરવલ્લી, કચ્છ અને નવસારીમાં 2-2 કેસ તથા રાજકોટ, જુનાગઢ, મહેસાણા, પંચમહાલ, અમરેલી, પાટણ ખાતે 1-1 નવા કેસ નોંધાયા છે.