ભચાઉ પો.સ્ટે. ની હદમા કકરવા ગામ પાસે આવેલ નદીમા થતી ખનીજ ચોરી પકડી પાડતી સદહદી રેન્જ ની ટીમ


પોલીસ મહાનીરીક્ષક શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ બોર્ડર રેન્જ ભુજ, ના માર્ગદર્શન તથા સુચના અનુસંધાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સરહદી વિભાગ ભુજના પોલીસ ઈન્સપેકટર શ્રી બી.એસ.સુથાર તથા એ.એસ.આઇ.નરેન્દ્રપુરી ગોસ્વામી તથા પો.કોન્સ હરપાલસિંહ જાડેજા વિ. નાઓ તા.૨૮/૦૫/૨૦૨૦ ના રોજ ભચાઉ પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન પોલીસ ઈન્સપેકટર શ્રી બી.એસ.સુથાર નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે જુના કકરવા ગામની બાજુમા આવેલ ચાંગ નદીના પટમા પ્રભુભાઇ કાનાભાઇ કોલી રહે. મનફરા તા.ભચાઉ વાળો ગેરકાયદેસર રીતે ખનન કરતા હોઇ જે મળેલ બાતમી આધારે રેઇડ કરતા સદરહુ જગ્યા એથી ૦૮ ડમ્પર તથા ૦૨ લોડર મળી આવેલ જેમા ડમ્પર (૧) જીજે-૧૨-એ.ડબ્લ્યુ.-૧૫૯૮ વાળુ તથા
(૨) રજી નં જીજે-૧૨-ઝેડ-૦૦૭૧ વાળુ તથા
(૩) રજી નં જીજે-૧૨-બીડબલ્યુ-૮૪૨૨ વાળુ તથા (૪) જીજે-૧૨-બી.એક્સ.-૫૭૩૭ વાળુ તથા (૫) રજી નં જીજે-૧૨-બી.ડબલ્યુ.૫૭૩૭ વાળુ તથા (૬) રજી નં જોતા જીજે-૦૧-બીટી-૮૮૨૯ વાળુ તથા (૭) જીજે-૧૬-ઝેડ-૬૫૮૨ વાળુ તથા (૮) જીજે-૧૨-બીડબલ્યુ-૫૪૨૦ વાળુ તથા રેતી ભરવાના બે લોડર જેમા (૧) જીજે-૦૨-બી.એસ.-૪૫૦૭ વાળુ તથા (૨) જીજે-ડી.એમ.-૨૪૦૩ વાળુ મળી આવેલ એમ કુલ ૦૮ ડમ્પર તથા ૦૨ લોડર મળી આવતા હોઇ ત્યા જઈ તપાસ કરતા પ્રભુભાઇ કાનાભાઇ કોલી રહે – મનફરા તા-ભચાઉ વાળો પોતે ગેરકાયદેસર રીતે ખનન કરી અને રેતી ભરાવતો હોઇ જેથી તેના વિરુધ્ધ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને બોલાવી અને સ્થળ તપાસણી કરાવી અત્યાર સુધી મા કેટલી રેતી કાઢેલ છે તેના તથા પકડાયેલ વાહનો ને ખાણખનીજ વિભાગે ગણતરી કરેલ દંડ ની રકમ મળીને કુલ રૂપીયા ૨૫,૭૬,૪૭૨/- (અંકે રૂપીયા પચીસ લાખ છૌતેર હજાર ચારસો બૌતેર પુરા) રકમની ખનીજ ચોરી કરેલ હોઇ તેના વિરુધ્ધ તથા ડ્રાઇવર અને માલીક અને તપાસ મા ખુલે તે તમામ સામે ભચાઉ પો.સ્ટે. મા *માઇન્સ એન્ડ મીનરલ્સ (ડેવલોપમેન્ટ એન્ડ રેગ્યુલેશન) એક્ટ ૧૯૫૭ ની કલમ ૪(૧),(૧)એ તેમજ ૨૧ તથા ગુજરાત મીનરલ્સ (પ્રીવેન્શન ઓફ ઇલીગલ માઇનીંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ – ૨૦૧૭ ના નિયમ-૦૩ ના ભંગ તથા ૨૧ અને ઇ.પી.કો. કલમ – ૩૭૯ મુજબ ગુનો દાખલ કરાવેલ છે

આ કામગીરી મા પોલીસ ઈન્સપેકટર શ્રી બી.એસ.સુથાર તથા એ.એસ.આઇ.નરેન્દ્રપુરી ગોસ્વામી તથા પો.કોન્સ હરપાલસિંહ જાડેજા તથા ખાણા ખનીજ વિભાગના અધિકારી ઓ જોડાયેલ હતા