કચ્છમાં રાજકીય આકાઓની ઓથ હેઠળ ધુમ ખનીજ ચોરી થઈ રહી છે. ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની પણ આમા મીલીભગત હોય છે. ત્યારે, ભચાઉ તાલુકાના કકરવાના નદીપટ્ટમાંથી રેન્જ આઈજી સ્તરેથી રેતી ચોરીનો પર્દાફાશ કરાતા ફફડાટ ફેલાયો છે. પોલીસે આઠ ડમ્પરો અને બે લોડર ઝડપી પાડયા હતા.પોલીસ મહાનીરીક્ષક સુભાષ ત્રિવેદી બોર્ડર રેન્જ ભુજ ના માર્ગદર્શન તથા સુચના અનુસધાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સરહદી વિભાગ ભુજના પોલીસ ઈન્સપેકટર બી.એસ.સુથાર તથા એ.એસ.આઇ.નરેન્દ્રપુરી ગોસ્વામી તથા પો.કોન્સ હરપાલસિંહ જાડેજા સહિતનાઓ આજે ભચાઉ પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન પીએસઆઈને ખાનગી રાહે બાતમી હકીકત મળી હતી કે જુના કકરવા ગામની બાજુમા આવેલ ચાંગ નદીના પટમા પ્રભુભાઇ કાનાભાઇ કોલી રહે. મનફરા તા.ભચાઉ વાળો ગેરકાયદેસર રીતે ખનન કરતા હોઇ જે મળેલ બાતમી આધારે રેઇડ કરતા આ જગ્યા એથી ૦૮ ડમ્પર તથા ૦૨ લોડર મળી આવ્યા હતા. એમ કુલ ૦૮ ડમ્પર તથા ૦૨ લોડર મળી આવતા હોઇ ત્યા જઈ તપાસ કરતા પ્રભુભાઇ કાનાભાઇ કોલી રહે મનફરા પોતે ગેરકાયદેસર રીતે ખનન કરી અને રેતી ભરાવતો હોઇ જેથી તેના વિરુધ્ધ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને બોલાવી અને સ્થળ તપાસણી કરાવી અત્યાર સુધી મા કેટલી રેતી કાઢેલ છે તેના તથા પકડાયેલ વાહનો ને ખાણખનીજ વિભાગે ગણતરી કરેલ દંડ ની રકમ મળીને કુલ રૃપીયા ૨૫,૭૬,૪૭૨/- (અંકે રૃપીયા પચીસ લાખ છૌતેર હજાર ચારસો બૌતેર પુરા)રકમની ખનીજ ચોરી કરેલ હોઇ તેના વિરુધ્ધ તથા ડ્રાઇવર અને માલીક અને તપાસ મા ખુલે તે તમામ સામે ભચાઉ પો.સ્ટે. માં માઇન્સ એન્ડ મીનરલ્સ (ડેવલોપમેન્ટ એન્ડ રેગ્યુલેશન) એક્ટ ૧૯૫૭ ની કલમ ૪(૧),(૧)એ તેમજ ૨૧ તથા ગુજરાત મીનરલ્સ (પ્રીવેન્શન ઓફ ઇલીગલ માઇનીંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૃલ્સ ૨૦૧૭ ના નિયમ-૦૩ ના ભંગ તથા ૨૧ અને ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ ગુનો દાખલ કરાવેલ છે.