કેચમેન્ટ વિસ્તારમાંથી ધુનારાજા ડેમમાં એકઠું થતું પાણી હમીરસર તળાવ સહિતના અન્ય તળાવોમાં પહોંચે છે ત્યારે ડેમને વધુ ઉંડો કરાય તાથા આવને યોગ્ય કરાય તેવી માંગણી ઉઠી છે. વર્ષોથી ડેમના પાટીયા આસપાસ માટીનો ભરાવો, કચરાને દુર કરવાની તસ્દી લેવાઈ નાથી. જેના કારણે બે વર્ષે પુર્વે ખતરાની સિૃથતી ઉભી થતાં પાટીયા આસપાસનો કચરો જીવના જોખમે ચાલુ વરસાદે સાફ કરાયો હતો. તે સિૃથતીમાં ડેમનું હજારો ગેલન પાણી નદીમાં વહી ગયું હતું. સુાધરાઈની બેદરકારી થકી ફરી આવી સિૃથતી ન સર્જાય તે રાજાશાહી ધુનારાજા ડેમમાં અનેક કામગીરી કરવાની જરૃરીયાત છે. જેમાં પાટીયાનું સમારકામ, તળીયાને ઉંડા કરવા, કચરા-ઝાડી ઝાંકરા જે વષોથી દુર કરાય નાથી તેને દુર કરવા તેમજ પાણીની આવમાં જતા પાણીને નડતા અવરોધ દુર કરવા જેવી કામગીરી કરવાની માંગ વિપક્ષે કરી છે. વિપક્ષે જણાવ્યું હતું કે, જળઅભિયાનને ભુજના સંદર્ભમાં સફળ બનાવવું હોય તો ધુનારાજા ડેમાથી લઈને હમીરસર સુાધી આવતી મુખ્ય આવ,૨૪ કુવાની આવ સહિતની સફાઈ જરૃરી છે જેાથી પાણી નદીઓમાં વેડફાવાના બદલે હમીરસરમાં આવી શકે અને શહેરના અન્ય બોર પણ રીર્ચાજ થઈ શકે. તેમણે આક્ષેપ કર્યો હતો કે, થોડા વર્ષ પહેલા પણ ભાજપની બોડીની ધુનારાજા ડેમ પ્રત્યેની બેદરકારી થકી જ શહેરમાં પુર આવ્યા હતા ત્યારે કલેકટર ડેમના સંદર્ભમાં થતી કામગીરી પણ તાત્કાલિક કરાવે તે જરૃરી છે.