હિકા’ વાવાઝોડાની સંભાવના વચ્ચે કંડલા પોર્ટમાં એક નંબરનું સિગ્નલ
અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનથી ઓમાન તરફ આગળ વધી રહેલા હિકા વાવાઝોાડાની દિશા બદલતા ૪ અને પ જુનના કચ્છ તરફ વાવાઝોડુ ફંટાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. ડિપ્રેશન બને તો વરસાદ વરસવાની શક્યતા સેવાઈ રહી હોવાનું હવામાન ખાતાના સૂત્રોએ જણાવ્યું હતું. જિલ્લાના ચાર કેન્દ્રો પર તાપમાનનો પારો ૪૦ ડિગ્રીની નીચે ઉતરી ગયો છે. સાવચેતીના ભાગરૂપે કંડલા બંદરે એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
કચ્છમાં છેલ્લા ચાર દિવસથી તજ ગતિએ ફુંકાતા વેગીલા વાયરાએ આકરી ગરમીમાંથી રાહત આપી છે. ધુળની ડમરીઓ ઉડતા લોકોને હાલાકી વેઠવી પડી હતી. ધુળીયો માહોલ સર્જાયો હતો. જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં સવારથી જ વાતાવરણના પલ્ટો આવ્યો હતો. વાદળછાયુ વાતાવરણ રહેતા લોકોને આકરા તાપમાંથી રાહત મળી છે. જિલ્લાના ચાર કેન્દ્રો પર મહત્તમ તાપમાનો પારો ૪૦ ડિગ્રીની નીચે ઉતરી ગયો હતો. ભેજના વધતા પ્રમાણે અસહ્ય ઉકળાટ અનુભવાયો હતો.
એક ખાનગી હવામાન વેબસાઈટમાં અપડેટ થયેલી માહિતી પ્રમાણે અરબી સમુદ્રમાં ઉદભવેલ હિકા વાવાઝોડુ કે જે ઓમાન તરફ આગળ વધી રહ્યું હતું પરંતુ ડીપ ડિપ્રેશનના કારણે તેણે દિશા બદલતા કચ્છ ગુજરાત તરફ ત્રાટકે તેવી દહેશત વ્યક્ત કરાઈ છે. તા.૪/પ જુનના દ્વારકા-ઓખા થઈ કચ્છ તરફ ફંટાશે. હાલાં સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. વાવાઝોડામાં પરિવર્તીત થયું નથી. ડિપ્રેશન બને તો કચ્છમાં વરસાદની શક્યતા સેવાઈ રહી છે.
જિલ્લામાં અનેક વિસ્તારોમાં ધુ-છાંવની સ્થિતિ જોવા મળી રહી છે. કંડલા (એરપોર્ટ) કેન્દ્રમાં બે ડિગ્રી જેટલો ઘટાડો થઈને ૩૯.૪ ડિગ્રીના આંકે પારો સ્થિર રહ્યો હતો. કંડલા પોર્ટમાં ૩૮.૩, ભુજમાં ૩૭.૪ અને નલિયામાં ૩પ. ડિગ્રી સે મહત્તમ તાપમાન નોંધાયું હતું. કંડલા પોર્ટ પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.