સંભવિત વાવાઝોડું કે આગામી ચોમાસામાં ભારે વરસાદ પડે તો નીચાણવાળા વિસ્તારમાં લોકોને સલામત સ્થળે ખસેડવા સહિતના મુદ્દે લખપત તાલુકો સજ્જ છે તેમ દયાપર ખાતે યોજાયેલી પ્રિ-મોન્સૂન કામગીરી અંગેની બેઠકમાં જણાવાયું હતું.બેઠકના અધ્યક્ષ સ્થાનેથી પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવતે જણાવ્યું હતું કે, કચ્છ પર તોળાઇ રહેલા સંભવિત વાવાઝોડા તેમજ ચોમાસાને લઇને કોઇ ગામમાં તકલીફ ન પડે તેની તકેદારી રાખવામા આવશે. નીચાણવાળા ગામોની યાદી તૈયાર કરવા,રેસ્ક્યૂ અને સર્વેની ટીમ બનાવવા, જળાશયો અને માર્ગોના કામો તાત્કાલિક હાથ ધરવા, તાલુકા મથકે કંટ્રોલ રૂમ શરૂ કરવા સહિતની સુચનાઓ સંબંધિત વિભાગના અધિકારીઓનેઆપી હતી.મામલતદાર એ. એલ. સોલંકી, તાલુકા વિકાસ અધિકારી એમ. વી. ભાલોડિયા, દયાપર, નારાયણસરોવર અને નરા પોલીસ મથકના પીએસઆઇ સહિત વિવિધ સરકારી કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.