માઘાપર હાઇવે પર ચાર વાહનો વચ્ચે ટકકર : છકડા ચાલકને ઇજા

ભુજ તાલુકામાં અલગ અલગ ચાર અકસ્માતના બનાવોમાં ચાર જણાઓને ઇજા થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા.પ્રાપ્ત વિગતો મુજબ માધાપર હાઇવે પર દિપક પેટ્રોલ પંપ પાસે છકડા નંબર જી.કે.12 ડબ્લ્યુ 4104ને પાછળથી ફોરવ્હીલ જી.જે.12 5626ના ચાકલે ટકકર મારતાં છકડો આગળ ઉભેલી ટ્રક સાથે ભટકાયો હતો ત્યાં ગલીમાંથી એક એકટીવા આવીને છકડા સાથે ભટકાતાં છકડા ચાલક સામજીભાઇ વેલજીભાઇ જોગી (ઉ.વ.58)ને છાતીના ભાગે ઇજા પહોંચી હતી. તો બીજીતરફ માધાપર નવાવાસ એમએસવી હાઈસ્કુલની પાસેથી રવજીભાઈ વેલજીભાઈ કોઢીવાર(આહીરે) પોતાની બાઇકથી પસાર થતા હતા ત્યારે નંબર વગરની ફોરચ્યુનર કારના ચાલકે ટકકર મારતાં બાઇક ચાલકને ઇજા પહોંચી હતી.
બનાવ સંદર્ભે પોલીસે નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી
ઇજાગ્રસ્તે બી ડિવિઝન પોલીસ મથકે કાર ચાલક કૌશીકભાઈ સોરઠીયાનું નામ સાથે ફરીયાદ નોંધાવી છે, જ્યારે ભુજોડી ફાટક પાસેથી મોટર સાયકલ પર પુત્ર સાથે બેસીને ભુજ આવી રહેલા મુર્તજાભાઇ સેફુદીનભાઇ લાકડાવાલા (ઉ.વ.60) રહે મુન્દ્રા રોડ વોરા કોલોનીને પાછળથી અ જાણી ફોરવ્હીલના ચાકલે ટકકર મારતાં ઇજાગ્રસ્તને તેમના ભાઇ હુઝેફા આબીદભાઇ વોરાએ જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા.તો તાલુકાના નાના વરનોરા ગામે પોતાના ઘર પાસે સલીમ ખમીશા મોખાને બોલેરો ગાડી નંબર જીજે 12 બીએકસ 1634ના ચાલકે અડફેટે લેતાં ફ્રેકચર સહિતની ઈજા પહોંચાડી હતી.બનાવ સંદર્ભે પોલીસે નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.