આજથી કચ્છના વધુ ચાર રેલવે સ્ટેશને ટિકિટ બુકિંગ સેવા શરૃ


બે મહિનાથી વધુ સમયાથી કચ્છના અલગ-અલગ વિસ્તારોમાં ફસાયેલા યાત્રીકો, વિદ્યાર્થીઓ પોતાના વતન પહોંચે તે માટે રેલવે મંત્રલાયની સુચના બાદ અમદાવાદ ડિવિઝનના મોટા રેલવે સ્ટેશનોમાં રિર્ઝવેશન કાઉન્ટર શરૃ કરાયા બાદ હવે આગામી દિવસોમાં વધુ રેલવે સ્ટેશનોમાં કાઉન્ટર શરૃ કરવા નિર્ણય લેવાયો છે. જેમાં કચ્છના વધુ ચાર રેલવે સ્ટેશનો સમાવેશ કરાયો છે.
આ બાબતે રેલવેના સતાવાર સુત્રો પાસેાથી મળતી વિગતો મુજબ અમદાવાદ ડિવિઝનના મુખ્ય રેલવે સ્ટેશનોમાં ગત તા. ૨૫ મે થી રિર્ઝવેશન કાઉન્ટર શરૃ કરવામાં આવ્યા હતા. હવે પ્રવાસીઓની સુવિાધા માટે વધુ બુકિંગ કાઉન્ટરો આવતીકાલ ૧ જુનાથી કાર્યરત કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે હાલમાં ગાંધીધામ અને ભુજમાં રિર્ઝવેશન અને રદ થયેલી ટ્રેનોનું રીફંડ મેળવવાનું ચાલુ છે. હવે આવતીકાલાથી અંજાર, ભચાઉ, સામખિયાળી અને લાકડિયા રેલવે સ્ટેશન ખાતેાથી પણ સ્પેશિયલ ટ્રેનોનું રીર્ઝવેશન અને રિફંડ મેળવી શકાશે. સોમવારાથી શનિવાર સુાધી સવારે ૮થી સાંજે ૬ વાગ્યા સુાધી અને રવિવારે સવારે ૮થી બપોરે ૨ વાગ્યા સુાધી કાઉન્ટર કાર્યરત રહેશે.