ગાંધીધામના વકિલ ATM છેતરપીંડી પ્રકરણમાં બે દિવસના રિમાન્ડ પર

એટીએમ છેતરપીંડીના આઠ વર્ષ જૂના એક કેસમાં ગાંધીધામના ધારાશાસ્ત્રીની એટીએસ દ્વારા ધરપકડ કરાયા બાદ તેને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.ર૦૧રના એટીએમ છેતરપીંડીના આઠ વર્ષ જુના પ્રકરણમાં ગાંધીધામના ધારાશાસ્ત્રી દિલીપ જોશીને એટીએસની ટીમ તપાસ આૃર્થે લઈ ગઈ હતી ત્યાર બાદ કોવીડ ૧૯ની ટેસ્ટ કરાવી રવિવારે ભચાઉની કોર્ટમાં ૧૦ દિવસની રીમાન્ડની માંગણી સાથે રજૂ કરાયા હતા જ્યાં કોર્ટે બે દિવસના રીમાન્ટ મંજુર કરાયા છે. મંગળવારે ફરી તેને રજૂ કરાશે. હાલ આ કેસમાં જીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે.