ભુજ સ્વામિનારાયણ મંદિરમાં વિવિધ સમાજોને 25000 માસ્કનું વિતરણ કરાયું

તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત કચ્છ જિલ્લા ભાજપના મંત્રી હિતેશ હિમતલાલ ખંડોર દ્વારા ભુજ શહેરમાં 1 લાખ માસ્ક વિતરણ કરવા અંતર્ગત સ્વામીનારાયણ મંદિરમાં ભુજના વિવિધ સમાજોને માસ્ક વિતરણ કરવા અર્પણ કરવામાં આવ્યા હતા.મંદિર મધ્યે મહંત ધર્મનંદનદાસજી સ્વામી, કોઠારી જાદવજી ભગત, પ્રેમપ્રકાશદાસજી સ્વામી, કોઠારી સુખદેવદાસ સ્વામીના હસ્તે વિવિધ સમાજના પ્રમુખ તથા હોદેદારોને 25,000 માસ્ક અર્પણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ ત્રિવેદી તેમજ ભુજ તાલુકા ભાજપના પ્રમુખ ધનજીભાઈ ભુવા ઉપસ્થિત રહ્યા હતા. ગોકુલા ચેરીટેબલ ટ્રસ્ટના કે.કે.હીરાણી તથા નવીનભાઈ પાંચાણી તેમજ શાંતીનિકેતન ફાઉન્ડેશનના નિરવભાઈ શાહનો સહયોગ મળ્યો હતો. આ પ્રસંગે ભુજના ક્ષત્રીય રાજપૂત સમાજ, ભાનુશાલી મહાજન, નાગર બ્રાહ્મમણ સમાજ, મહેશ્વરી સમાજ, સમસ્ત બ્રહ્મ સમાજ, મારૂ કંસારા સોની સમાજ, લેઉવા પટેલ સમાજ, કડવા પાટીદાર સમાજ, લોહાણા મહાજન, જેઠી સમાજ, સુથાર સમાજ, ગઢવી સમાજના આગેવાનોને માસ્ક અર્પણ કરવામાં આવ્યા હતા.
આ અભિયાનમાં કે.ડી.સી.સી.બેંકના ચેરમેન દેવરાજભાઈ ગઢવીએ 5000 માસ્ક આપવાની જાહેરાત કરી હતી. આ પ્રસંગે હિતેશભાઈએ જણાવ્યું હતું કે ભુજના વિવિધ સમાજો તથા વિવિધ સંસ્થાઓને તબક્કાવાર માસ્ક વિતરણ કરી સમગ્ર ભુજને વધુ સુરક્ષીત બનાવવામાં આવશે. ભુજ શહેરમાં કોઈ વ્યક્તિ માસ્ક વગર બાકી ના રહે તેવા પ્રયત્નો કરવામાં આવશે. આ પ્રસંગે વિવિધ સમાજના આગેવાનો કમલેશભાઈ સંઘવી, કમલભાઈ મહેતા, શંભુભાઈ નંદા, પ્રફુલભાઈ ગજરા, જોરુભા રાઠોડ, ઈશ્વરભાઈ પરમાર, સુરેશભાઈ જોષી, ભરતભાઈ ગોર, હરેશભાઈ ભટ્ટ તથા શરદભાઈ ઠાકર, પુષ્કરભાઈ જેઠી, કિશોરભાઈ જેઠી, ઉલ્પેશભાઈ જેઠી, કૈલાશભાઈ પઢારીયા, નવીનભાઈ પાંચાણી, ધનજીભાઈ ભુવા, કિરણભાઈ ગણાત્રા, હિતેશભાઈ પ્રભુદાસ સોની, મહેશભાઈ કંસારા, અતુલભાઈ મહેતા, ડો.રામભાઈ ગઢવી, ગંગારામભાઈ પટેલ, કિરીટભાઈ ભગત વગેરેને માસ્ક અર્પણ કરવામાં આવ્યા હતા.