કચ્છની ચેક પોસ્ટ ઉપર હવે માત્ર મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર કર્મચારી ફરજ બજાવશે : ડોક્ટરને મળી ફરજમાંથી મુક્તિ

કચ્છ બહારથી આવતા લોકો ના સ્વાસ્થ્ય ચકાસણી માટે કચ્છ જિલ્લાની 2 ચેકપોસ્ટ ઉપર આરોગ્ય વિભાગ દ્વારા ડોક્ટર અને મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની કચ્છ ના વિવિધ સામુહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉપરથી નિમણુંક કરવા માં આવે છે હવેથી આ ફરજ માં ડોકટરોને મુક્તિ આપવામાં આવી છે અને માત્ર મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર દ્વારા જ કચ્છ બહાર થી આવતા લોકો ની ચકાસણી કરવા માં આવશે આ કામગીરી માત્ર મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર દ્વારા કરતા ચેકપોસ્ટ પર કોઈક એવી કોરોના ને લગતી ઇમરજન્સી કે અન્ય ઈમરજન્સી થશે તો ફક્ત પાયાના કર્મચારીઓ ડોકટર ના માર્ગદર્શન વગર શું કરી શકશે એ ખરેખર જનતાના આરોગ્ય માટે પણ ચિંતા નો વિષય છે