ફતેહગઢમાં દારૃનો દરોડો પાડવા ગયેલી પોલીસની ટીમ પર હુમલો

રાપર તાલુકાના ફતેહગઢ ગામે દારૃનો દરોડો પાડવા ગયેલી પોલીસ ટીમ પર બુટલેગર પરિવારના સભ્યોએ ખૂની હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવમાં બે ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે ત્રણ મહિલા સહિત છ શખ્સો સામે ફરિયાદ દાખલ કરી પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો મુજબ પીએસઆઈ એચ.એમ.પટેલને મળેલી બાતમીના આાધારે તેઓ ટીમ સાથે ફતેહગઢ ગામે દારૃની રેડ પાડવા ગયા હતા. ત્યારે કેસ નહીં થવા દેવા બાબતે તેમજ આરોપીઓને નહીં પકડવા એક સંપ કરીને ગેરકાયદેસર મંડળી રચી આરોપીઓએ ગાળાગાળી કરી હતી. તેમજ પટ્ટાથી અને લાકડીથી મારમાર્યો હતો. એટલંુ જ નહીં કાળુભા નામના શખ્સે કુહાડી વડે જાનાથી મારી નાખવાની કોશિષ કરી હતી. આ સમગ્ર બનાવમાં રાપર પોલીસ માથકે હેતુભા મદારસંગ જાડેજા, કાળુભા હેતુભા, મહેન્દ્રસિંહ, પ્રેમબા, જનકબા, નયનબા સુરજસિંહ સોઢા રહેવાસી ફતેહગઢ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રાત્રિ દરમિયાન બનેલી આ ઘટનાથી રાપર પંથકમાં સનસનાટી ફેલાઈ જવા પામી છે. પોલીસના કહેવા મુજબ બનાવમાં સંડોવાયેલા બે ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છમાં વકરેલી દારૃની બદીમાં અનેક યુવાધન બરબાદ થઈ રહ્યું છે. આ દુષણ માટે ક્યાંકને ક્યાંક પોલીસ વિભાગની નિષ્ક્રિયતા તાથા કોઈ સૂચક કારણોસર આંખ આડા કાન કરવાની વૃતિ જવાબદાર હોવાના આક્ષેપો થાય છે. ત્યારે પોલીસે કરેલી ભૂલોના પરિણામો હવે તેને જ ભોગવવા પડી રહ્યા હોવાનું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.