જાણીતા સંગીતકાર વાજિદ ખાનનું 42 વર્ષની ઉંમરે નિધન

બૉલીવુડના મશહૂર સંગીતકાર વાજિદનું મોડીરાત્રે મૃત્યુ થઇ છે વાજિદ ખાન કોરોનાથી સંક્રમિત હતા.વાજિદ ખાનના મૃત્યુથી બોલીવુડમાં ગમનો માહોલ છે ત્યાંજ બૉલીવુડના સિતારા ટ્વિટ્ટર પર વાજિદ ખાનને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.વાજિદ ખાન કોરોના ઇન્ફેક્શનથી 42 વર્ષની વયે અવસાન પામ્યા છે.તેઓ કિડનીની બીમારીથી પીડિત હતા. જેથી તેમને સારવાર માટે મુંબઈની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા, સારવાર દરમ્યાન તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓ એક સપ્તાહથી કોરોના પોઝિટિવ અને તેમની સારવાર ચાલી રહી હતી.તે સલમાન ખાનના ખુબ સારા મિત્ર હતા અને તેની સાથે તેણે ઘણી ફિલ્મોમાં કામ પણ કર્યુ છે,સાજીદ-વાજીદની જોડી હવે વિખરાઇ ગઇ છેવર્ષ 2020 બોલિવુડ ઇન્ડસ્ટ્રી માટે ઘણી રીતે ખરાબ સાબીત થઇ રહ્યુ છે,એક તરફ લોકડાઉનના કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રી બંધ પડી છે,જ્યારે બીજી તરફ દિગ્ગજ સીતારોના મૃત્યુથી બોલિવુડમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.બોલિવુડના જાણીતા ડાયરેક્ટર સાજીદ-વાજીદની જોડી માંથી વાજીદનું કોરોનાને કારણે મોત નિપજ્યુ છે,તેમના નિધનથી સોશિયલ મીડિયા પર શોકની લહેર દોડી છેમુંબઈઃ જાણીતા સંગીતકાર વાજિદ ખાનનું નિધન કિડનીની બીમારીથી પીડિત હતા વાજિદ ખાન મુંબઈની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ સાજિદ-વાજિદની જોડી થઈ ખંડિતબોલિવુડમાં શોકની લાગણી ફેલાઈ છે.સાજિદ-વાજિદે કારકિર્દીની શરૂઆત 1998 માં સલમાન ખાન અભિનિત ફિલ્મ પ્યાર કિયા તો ડરના ક્યાથી કરી હતી. આ પછી આ જોડીએ એક પછી એક હિટ ફિલ્મો માટે સંગીત આપ્યું હતું. જેમાં ચોરી ચોરી, હેલો બ્રધર, મુઝસે શાદી કરોગી, વોન્ટેડ, દબંગ (1,2 અને 3) જેવી ફિલ્મ્સ શામેલ છે. સાજિદ-વાજિદ જોડીએ તાજેતરમાં સલમાન ખાન માટે ‘ભાઈ-ભાઈ’ કમ્પોઝ કર્યું હતું. વાજિદ ખાને એક ગાયક તરીકે 2008 માં ફિલ્મ પાર્ટનર માટે પણ સોન્ગ ગાયું હતું.