ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટની જાહેરાત: બે દિવસથી કેરળમાં સતત વરસાદ ઉપરાંત પવન સહિતના માપદંડો પૂર્ણ: તામીલનાડુ, લક્ષદ્વીપ, આંદામાન-નિકોબારમાં પણ વરસાદ: નૈઋત્ય ચોમાસાના આગમન વિશે હવામાન વિભાગનું સતાવાર એલાન બાકી: 1લી જૂનને બદલે બે દિવસ વ્હેલો પ્રવેશ થઈ ગયાનો નિર્દેશનૈઋત્ય ચોમાસાનું આગમન મોડુ રહેવાની અગાઉની આગાહીની વિપરીત ચોમાસાએ નિયત સમય કરતા બે દિવસ વ્હેલી એન્ટ્રી મારી દીધી છે. જો કે, હવામાન વિભાગે હજુ ચોમાસાનો પ્રવેશ થઈ ગયાનું જાહેર કર્યુ નથી. પરંતુ ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે તે જાહેરાત કરી છે.સ્કાયમેટ દ્વારા આજે એવું જાહેર કરવામાં આવ્યું છે કે નૈઋત્ય ચોમાસાએ કેરળમાં પ્રવેશ કરી લીધો છે. ચોમાસુ જાહેર કરવા માટે જરૂરી વાતાવરણ, ઓએલઆર, પવનની ઝડપ વગેરે પાસા પરિપૂર્ણ થઈ ગયા છે અને ભારત માટે અત્યંત મહત્વના ચાર માસના ચોમાસા ઉત્સવનો પ્રારંભ થઈ ગયો છે.નૈઋત્ય ચોમાસાનુ આગમન સાબીત થતુ હોય તેમ કેરળમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ થઈ રહ્યોછે અને તે સાથે તમામ માપદંડો પુરા થઈ ગયા છે. કેરળ ઉપરાંત દેશના અન્ય કેટલાંક રાજયોમાં પણ હળવા વરસાદના રીપોર્ટ છે. ઉતરપ્રદેશના પાટનગર લખનૌમાં પણ હળવા વાદળો વચ્ચે છુટોછવાયો વરસાદ થયો હતો.તામીલનાડુ, કેરળ, લક્ષદ્વીપ, અંદામાન-નિકોબાર તથા ઓડીસાના કેટલાંક ભાગોમાં ભારો વરસાદ થવાની આગાહી સ્કાયમેટે કરી છે. આ સિવાય દક્ષિણ આસામ, મણીપુર, મિઝોરમ, ત્રિપુરા, ગંગીય પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઉતરીય છતીસગઢ, પંજાબ, હરિયાણા, પશ્ચિમી હિમાલય ક્ષેત્રોમાં હળવો ભારે વરસાદ થયો હતો. છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન કેરળ ઉપરાંત તામીલનાડુ, લક્ષદ્વીપ, આંદામાનમાં પણ ભારે વરસાદ થયો હતો