ધ્રોબાણાની નદીમાંથી રેતી ચોરતો શખ્સ ટ્રેકટર સાથે પકડાયો

ભુજ તાલુકાના ખાવડા નજીક ધ્રોબાણા ગામની નદીમાંથી રેતી ચોરીને લઇ જતા ચાલકને ટ્રેકટર સાથે ખાવડા પોલીસે ઝડપી પાડ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ખાવડા પોલીસ મથકના પીએસઆઇ પરાક્રમસિંહ કચ્છવાહા અને તેમનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. ધ્રોબાણા ગામની નદીમાં સરકારની પરવાનગી વગર રેતીની ચોરી કરીને જઇ રહેલા આરોપી સુલેમાન હુશેન સમા (ઉ.વ.28) રહે પીરાણીવાસ ધ્રોબાણાને ટ્રેકટર નંબર જી.જે.12 ડીએસ 0759 સાથે ઉભો રાખીને રેતીની રોયલ્ટી વિશે પુછતાં તેના પાસે રોયલ્ટ ન હોવાથી આરોપીને દોઢ ટન રેતી ભરેલા સાથે અટકાયત કરી તેના વિરૂધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેટર સાથે જીતેન્દ્રભાઇ અબજીભાઇ ઠાકોર,રાયબજી રામસંગજી સોઢા સહિતનો સ્ટાફ જોડાયો હતો.