ભુજની ભાગોળે સહયોગનગર ચાર રસ્તા પાસે આવેલા કતીરા કોમ્પ્લેક્ષમાં ઇન્સ્ટાકાર્ડ સર્વિસીસ નામની કંપનીની બ્રાન્ચ ઓફિસમાં રવિવારની સાંજથી સોમવારની સવાર દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા. ઓફિસનું શટરનું લોક તોડી અંદરથી 2,17,800ની રોકડ અને 1,29,313ની કિંમતના દસ મોબાઇલની ચોરી કરી ગયા હોવાની ઘટના પ્રકાસમાં આવતાં કાયદાના રક્ષકોમાં દોડધામ મચી જવા પામી છે..ઘટનાની જાણ થતાં જ શહેર એ ડિવિઝન પોલીસ કાફલો સ્થળ પર ધસી જઇને તસ્કરોનો તાગ મેળવવા તપાસ આદરી છે.પ્રાપ્ત વિગતો મુજબ તેમજ માંડવી તાલુકાના રામપર વેકરા ગામે રહેતા અને ઇન્સ્ટાકાર્ડ સર્વિસીસ પ્રાઇવેટ લીમીટેડ કંપનીમાં ભુજની બ્રાન્ચમાં ટીમ લીડર તરીકે નોકરી કરતા રમેશભાઇ લખમશીભાઇ મેરીયા (ઉ.વ.34)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, ચોરીનો બનાવ રવિવારની સાંજના ચાર વાગ્યાથી સોમવારે સવારે સાડા 6 વાગ્યાના અરસામાં કોઇ પણ સમયે બન્યો હતો. તસ્કરોએ બંધ ઓફિસના શટરનું લોક તોડી અંદર પ્રવેશ્યા હતા.અંદર તીજોરીનું લોક તોડી રોકડ રકમ 2,17,800 તેમજ ઓફિસમાં રાખેલા 1,29,313ની કિંમતના દસ મોબાઇલન સહિત 3,47,193ના મુદામાલની ચોરી કરી ગયા હતા.એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ પોલીસ ઇન્સ્પેકટર એમ.આર. બારોટે હાથ ધરી છે.ચોરીનો મનશુબો પાર પાડવા તસ્કરો ઓફિસના સીસીટીવી કેમેરાને પ્રથમ ઉધાવાળીને કેમેરા બંધ કરી દિધા હતા અને રોકડ તથા મોબાઇલોની ચોરી કરીને સાથે સીસીટીવી કેમેરાના સીડીઆર પણ ઉઠાવી ગયા હતા. કુરિયર્સની ઓફિસમાં સોર્ટીંગનું કામ કરતો કર્મચારી સોમવારે વહેલી સવારે ઓફિસે આવ્યો ત્યારે ઓફિસના શટરનું એક બાજુનું તાડું તૂટેલું જોવા મળ્યું હતું અને બીજી બાજુનું તાળું બંધ હતું તે ખુલતું ન હતું પોલીસની હાજરીમાં તાળું ખોલી અંદર જોતાં ચોરી થયાની જાણ જઇ હતી.