ભુજ શહેરનાં ભીડ નાકા સામે આવેલા કુંભારવાડા પાસે દેશલસર તળાવનાં ઓગનનાં નાળાની સફાઈ જ થતી નથી. આ વિસ્તારના નાગરિકો વતી અબ્દ્રેમાનભાઇએ તમામ સરકારી તંત્રને અને તમામ રાજકીય વર્તમાન લોકનેતાઓને રૂબરૂમાં અવારનવાર લેખિતમાં તથા મૌખિક રીતે રજૂઆતો કરી છે પણ પરિણામલક્ષી કામગીરીના નામે સરવાળે મીંડું છે. પાણીના વહેણો ઉપર અવરોધાત્મક દબાણો હોય કે કાદવ કિચડોનાં કચરાના ઢગલાઓ સાથે ગાંડા બાવળોની ઝાડીઓના ઝૂંડો કાયમ માટે દૂર કરી પાકા પાયે પીચીંગ કરી નાખવા એ સુપ્રીમ કોર્ટના આદેશો છે.સરકારી તંત્ર અને રાજનેતાઓ ન્યાયાલયોના આદેશનો અનાદર કરી માત્ર પ્રચારાત્મક કાર્યવાહી કરાતી હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. બીજી બાજુ બદામી છેલાથી ભાનુશાલી નગર પાછળથી બે ફાંટા પડે છે, ત્યાંથી હમિરસરની આવ સાફ સફાઈ અને પાકી પીચીંગ તથા પહોળાઈ અને ઊંડાઈ માંગી રહી છે તથા સાથે ત્રેવીસ કુવાની મંગલમ ચાર રસ્તા પાસેથી જે આવ આવે છે તે આખેઆખી સ્વચ્છ સાફસૂફી માંગી રહી છે હમીરસર તળાવના ઓગનની સંપૂર્ણ કેનાલ પણ સફાઇ માંગે છે.