ગાંધીધામમાં રેલ્વે કર્મીને છરી બતાવી 9 હજારની લૂંટઇ

ભુજ તાલુકાના ઝીંકડી ગામે ફટાકડા ફોડવા મુદે ત્રણ ઇસમે યુવકને ધોકાથી માર માર્યો હતો દરમિયાન ઘાયલ યુવાનના 2,500 રૂપિયા અને સોનાની ચેઇન પડી ગઇ હતી. ઝીંકડી ગામે રહેતા પ્રકાસ રણછોડભાઇ કેરાસીયા (ઉ.વ.22)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, બનાવ રવિવારે રાત્રે બાર વાગ્યાના અરસામાં ઝીંકડી ગામના છપરીવાસ અનુ જુસબના ઘરની બાજુમાં બન્યો હતો. ફરિયાદી અને તેનો મિત્ર બાઇક પર આવતા હતા.ત્યારે હશન અલી ત્રાયા,અનવર અને હસન નામના શખ્સોએ ફરિયાદીની બાઇકને રોકીને ફટાકડા કેમ ફોડો છો તેમ કહીને લાકડી ધોકાથી માર મારવાનું ચાલકુ કરી દેતાં ફરિયાદીનો મિત્ર બાઇક લઇને નાસી ગયો હતો. બાદમાં ત્રણ શખ્સોએ ફરીયાદીને માર માર્યો હતો દરમિયાન ફરિયાદીના ખીસ્સામાં રહેલા 2,500ની રોકડ અને ગળામાં પહેરેલી બે તોલાની સોનાની ચઇન પડી ગઇ હતી ફરિયાદીનો મિત્ર અન્ય લોકોને લઇને આવ્યો હતો. અને ઇજાગ્રસ્તને જી.કે.જનરલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાવ્યો હતો.