બાબરા મા લોક ડાઉન મા છુટછાટ બાદ ધંધા રોજગાર ધમધમીયા ભીમ અગીયારસ ના તહેવાર ને લય સવારથી બપોર સુધી બજારોમાં ટ્રાફિક જામ સોશીયલ ડિસ્કશન નો અભાવ જોવા મળી રહીયો


બાબરા શહેર મા આજે ૬૫ થી વધુ મા દિવસે લોક ડાઉન માથી છુટછાટ મળતાં અને ડાબી જમણી સાઇડ નિયમો માથી રાહત મળતા આજે સવાર ૮ વાગ્યા થી વેપારીઓ એ પોતાના ધંધા રોજગાર ચાલુ કરીયા હતા સવારથીજ શહેર ની બજાર અને હાઇવે રોડ પર ભારે ટ્રાફીક જોવા મળીયો હતો દુકાનદારો મા ખુશી જોવા મળી હતી ભીમ અગીયારસ હોવાથી લોકો એ મોટા પ્રમાણમાં કેરી ની ખરીદી કરી હતી વેપારીઓ ની દુકાન મા પણ ગ્રાહકોની પડાપડી જોવા મળી હતી ઉલ્લેખનીય છે કે બાબરા શહેર મા પોલીસ બંન્દોબસ છાસવારે જોવા મળીયો હતો શહેર ની મેઇન બજાર બુધવારી બજાર પાટીદાર મારકેટ આડી બજાર, નાના બસ સ્ટેશન ,મોટા બસ સ્ટેશન સહીત વિસ્તાર મા લોકો નો ભારે ટ્રાફીક હતો તેમજ તમામ બેંકો સહકારી ઓફીસે ધમધમાવટવા લાગી હતી પણ મહામારી વચ્ચે સરકાર ના નિયમો નો લોકો એ ઉલાળીયો કરીયો હતો માસ્ક કે સોશીયલ ડિસ્કશન નો અભાવજોવા મળીયો હતો દુકાનદારો મા પણ સોશીયલ ડિસ્કશન નો અભાવ જોવા મળી આવીયો હતો શહેર ના નાના મોટા તમામ વેપારીઓ ના ધંધા રોજગાર કોરોના મહામારી વચ્ચે લોક ડાઉન બાદ ફરીથી ધમધમી ઉઠતાં બાબરા ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ મુનાભાઇ મલકાણ વેપારી મહામંડળના ડાયાભાઇ શેલીયા શંભુભાઇ પાંચાણી ગાંડુ ભાઇ રાતડીયા શૌલેષભાઇ સહીત આગેવાનો એ તમામ વેપારીઓ ને શુભેચ્છા પાઠવી હતી તેમજ સરકાર ના નિયમો નુ પાલન કરવા જણાવ્યું હતું.
રિપોર્ટ : આદીલખાન પઠાણ
(અમરેલી)