કચ્છ જીલ્લાના અબોલા જીવોના જતનના પ્રેરણાસ્ત્રોત સ્વ. ફુલેશભાઈ મંગલદાસ માહેશ્વરીને તેમનાં પરીવારજનો તરફથી ત્રિમાસિક શ્રધ્ધા સુમન ગૌસેવા રૂપે અર્પણ કર્યા.

કચ્છ જીલ્લાનાં તમામ અબોલા જીવોના જતનની જ્યોત પ્રજ્વલિત કરી જીવદયાની પરોપકારી પરમાર્થી પરીશ્રમી પુરૂષાર્થી પોઝીટીવ પાવરફૂલ પાવરલૂમ ઊભી પારદર્શક પોઝીટીવ પરફોર્મન્સ ભગીરથ કાર્ય સમર્પિતભાવે સશક્ત સ્વસ્થ સ્વચ્છ સંસ્કારી શિક્ષિત સક્ષમ સામર્થ્યવાન તરીકે ભુજ નવી જથ્થાબંધ બજાર ગૌ સેવા સમિતિને નેતૃત્વ હેઠળ સુંદરતાપૂર્વક દાતાઓના સકારાત્મક સહયોગથી સફળતાપૂર્વકની એક સંસારી ભેખધારી પ્રેરણાદાયી જીવનશૈલી બનાવી નાંખી હતી આજે એમને એમના પરીવારજનો તરફથી અબડાસા તાલુકાના રાતા તળાવ સંત શ્રી વાલારામ ઓધરામજી સંચાલિત પાંજરાપોળ અને ગાત્રાળ માતાજી મંદિરના ગૌઆશ્રમ ખાતે ગૌવંશજોને *૨૭૫* મણ *૧૧,૦૦૦* કીલો લીલા ઘાસચારાનું નિરણ કરાવવામાં આવેલ હતું તેમાં ભુજ નવી જથ્થાબંધ બજાર ગૌ સેવા સમિતિ, ભુજ શરાફ બજાર ડાંડા બજાર વેપારી મિત્ર વર્તુળ ગૌ સેવા સમિતિ, જીવન જ્યોત સેવા સમિતિ, કચ્છ જીલ્લાના ભુજ, મિરઝાપર, સુખપર ગૌરક્ષા કમાન્ડો ફોર્સ, પશ્ચિમ કચ્છ વિશ્વ હિન્દુ પરિષદ સંઘના ગૌ યોધ્ધાઓ સાથે રહી ટીમ વર્ક થકી પાવરલૂમ ઊભું કરી સફળતાપૂર્વક આ સેવા શ્રમયજ્ઞમાં સમર્પિતભાવે યોગદાન આપી નિરણ કાર્ય સંપન્ન કર્યું હતું સાથે સાથે શ્વાનોને બાજરાના રોટલાઓ અને ઘઉંની રોટલીઓ નિરણ કરાવી તથા પક્ષીઓને જુવારના ચણનું નિરણ પણ કરાવ્યું હતું એમ આ સમિતિના મિડિયા કન્વીનર તરીકે ફરજ બજાવતાં પંકજકુમાર વ્યાસ દ્વારા જણાવાયું હતું.