ભુજમાં દારૂના નશામાં દીકરાએ માતાને ચાકુ માર્યું

નશામાં ધૂત દારૂડિયા પુત્રએ સગી જનેતા ઉપર ચાકુ વડે હુમલો કરતાં ઇજાગ્રસ્ત માતાને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવી પડી છે. શહેરના રામનગરી વિસ્તારમાં રહેતા ધનીબેન ભીખા દેવીપૂજકે પોતાના પુત્ર રાજેશ સામે આ અંગે ફરિયાદ લખાવી છે. નશામાં ધૂત પુત્રને માતાએ દારૂ અંગે ઠપકો આપતાં ઉશ્કેરાયેલા પુત્રએ ચાકુ વડે માતા ઉપર હુમલો કરી દીધો હતો. બચવા માટે માતાએ હાથ આડો ધરતા હથેળી અને હાથમાં ચાકુના દ્યા લાગ્યા હતા. બુમાબુમ થયા બાદ પડોશીઓ દોડી આવ્યા હતા. પોલીસે માતાની ફરિયાદ નોંધી હુમલાખોર પુત્રની ધરપકડ કરવાની કવાયત હાથ ધરી છે