રાપર તાલુકામાં નર્મદા કેનાલ બંધ વાગડવાસીઓમાં પીવાના પાણીનો પોકાર

હાલ કોરોના વાયરસ ના કહેર વચ્ચે કચ્છ જિલ્લા માટે પીવાના પાણીનો એક માત્ર આાધાર કચ્છ બ્રાન્ચ કેનાલ છે પરંતુ છેલ્લા દોઢ મહિના થી વધુ સમય થી આ કેનાલ બંધ કરી દેવામાં આવી છે જેનું કારણ છે તે રાધનપુર પાસે બ્રિજ અને નંદાસર પાસે નો બ્રિજ ના આૃધુરા કામ ના લીધે કચ્છ ભર માં પીવા ના પાણી નો પોકાર ઉઠયો છે. આ કેનાલ આાધારિત રાપર તાલુકા ના ૯૭ ગામો. ખડીર ના ૧૨ ગામો રાપર તાલુકા ની ૨૨૭ વાંઢ અને ભચાઉ તાલુકાના ૩૫ ગામો અને ૬૦ વાંઢ વિસ્તાર માટે પીવાના પાણી નો પ્રશ્ન ઉદભવે છે.રાપર તાલુકા ની સાડા ત્રણ લાખ ની વસ્તી અને ચાર લાખ ના પશુ ધન માટે પીવાના પાણીની સમસ્યા છે તો અડાધો ભચાઉ તાલુકાનો આાધાર પણ આ કેનાલ પર જ છે. રાપર અને ભચાઉ પાણી પુરવઠા બોર્ડ દ્વારા અનેક વિસ્તારોમાં ટેન્કર દ્વારા પાણી આપવા મા આવી રહ્યું છે પરંતુ આઠ ટેન્કર ની જગ્યા એ માંડ એક ટેન્કર પાણી મળી રહે છે તો તાલુકા ના મુખ્ય માથક રાપર મા દર ચોથા દિવસે વાપરવા માટે ખારુ બોર નું પાણી નગરપાલિકા દ્વારા વિતરણ કરવામાં આવે છે તો આડેસર, ભીમાસર, પલાંસવા, ચિત્રોડ, બાલાસર, રામવાવ, બેલા, જાટાવાડા, મૌઆણા,ફતેગઢ, સુવઈ, ગાગોદર સહિત ના ગામો મા પીવા ના પાણી નો પોકાર ઉઠયો છે. દર સપ્તાહે રાપર તાલુકા પાણી સમિતિ ની બેઠક મળે છે પરંતુ રાપર પાણી પુરવઠા બોર્ડ ઉઠાં ભણાવે છે રાજકીય આગેવાનો ના ગામો મા પાણી વિતરણ કરવામાં આવે છે અને તેમના માણસો ને રોજમદાર તરીકે નોકરી પર રાખી ને તેમને ચુપ કરાવી દે છે તો હાલ રાજય સરકાર દ્વારા રાપર તાલુકા મા ૩૮ એમએલડી પાણી આપવામાં આવે છે પરંતુ વિતરણ માંડ ૨૦ એમએલડી પાણી થાય છે જેમા બાદરગઢ સમ્પાથી રાપર ઉપરાંત રવ. બાલાસર. ખડીર. રામવાવ. સુવઈ. ચોબારી સહિત નો અડાધો તાલુકા નો સમાવેશ થાય છે. દરરોજ વીસ એમએલડી પાણી વિતરણ થાય છે છતાં ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પંદર દિવસ સુાધી પીવા નું આવતું નાથી તો ચિત્રોડ થી આડેસર સુાધી ના અનેક ગામોમાં પાણી નો પોકાર છે પીવા નું પાણી મળતું નાથી પરંતુ હાઈવે પર આવેલ હોટલો પર ચોવીસ કલાક સુાધી પાણી આવે છે અને હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે તે બાબતે પાણી પુરવઠા બોર્ડ ચુપકીદી સેવી રહ્યું છે. રાપર તાલુકા ની હાઈવે પટ્ટી પર આવેલ અંદાજે બસો થી વધુ હોટલ અને ખાનગી કનેક્શન ધરાવતા લોકો પાણી ચોરી કરી રહ્યા છે .અવારનવાર એક બે પોલીસ કેસ કરી પાણી પુરવઠા બોર્ડ પાણી ચોરી ને ઉત્તેજન આપી રહ્યા છે .હાઈવે પટ્ટી ના ગામો મા અલગ થી પાણી વિતરણ થાય છે પરંતુ ગામડા ના લોકો સુાધી પહોંચતું નાથી પાણી પુરવઠા બોર્ડ દ્વારા ટેન્કર દ્વારા પાણી આપવામાં આવે છે પરંતુ તે વસતિ ની દ્રષ્ટિએ અપુરતા પ્રમાણમાં છે. જો પાણી પુરવઠા ને વિતરણ કરવામાં આવતું પાણી અને ગામડામાં વિતરણ કરવામાં આવતા પાણી ના આંકડા મા ગરબડ જોવા મળે છે જો આગામી દિવસોમાં નર્મદા યોજના ની કેનાલ શરૃ નહિ થાય તો વાગડ વિસ્તારમાં થી લોકો ને પીવાના પાણીની ગંભીર કટોકટી સર્જાઈ શકે છે .અવારનવાર રાજકીય પક્ષો ના નેતાઓ પાણી ની રજુઆત કરે છે પરંતુ તંત્ર દ્વારા આપવામાં આવતા પાણી અને ગામો મા વિતરણ કરવામાં આવતા પાણી અંગે કે હાઈવે પર આવેલ હોટલો પર પાણી ચોરી અંગે કેમ તપાસ ની માંગણી નાથી કરતા તે અંગે લોકો મા ચર્ચા જાગી છે. દરરોજ કેટલાય ગામો મા પાણી નાથી આવતું અત્યાર સુાધી નર્મદા બંધ છે તો પંદર વીસ દિવસ સુાધી પાણી ના દર્શન થતાં નાથી. નર્મદા યોજના ચાલુ હતી તો પણ અઠવાડિયા મા એક વખત પાણી વિતરણ પાણી પુરવઠા યોજના દ્વારા કરવામાં આવે છે જો આ બાબતે તપાસ હાથ ધરવામાં આવે તો અનેક ભોપાળા બહાર આવે તેમ છે.