ગાંધીધામના લુણંગનગરમાં 50 વર્ષી આધેડે જીવનની અંતિમ વાત પકડી
copy image

ગાંધીધામ શહેરના લુણંગનગરમાં 50 વર્ષી આધેડે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત સાંજના અરસામાં ગાંધીધામના ભારતનગરના લુણંગનગરમાં રહેતા વર્ષામેડીના નરશીભાઈ મહેશ્વરીએ કોઈ કારણોસર લોખંડની આડીમાં કપડું બાંધી ફાંસો ખાઈ અંતિમ માર્ગે દોરી ગયા હતા. આ બનાવ અંગે પોલીસ મથકે નોંધ કરાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.