દાણા જોવડાવવા બેઠેલા સાયલા ના યુવક પર ભુવાના દિકરાનો હુમલો

અહિ શું કામ આવો છો? કહી ધારીયાનો ઘા ઝીંકી લીધોઃ

રાજકોટ તા. ૧૯: સાયલાના કદવાડામાં રહેતાં અને ખાટલા બનાવી વેંચવાનો ધંધો કરતાં વિનોદ ખેંગારભાઇ મણદુરીયા (ઉ.વ.૩૨) નામના દેવીપૂજક યુવાન પર રાજકોટના કોઠારીયા રોડ પરના લાપાસરી ગામમાં ભુવાઆતાના ઘરે હતો ત્યારે ભુવાઆતાના દિકરા રમેશ ધારીયાથી હુમલો કરી ઇજા કરતાં તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં ચોકીના હેડકોન્સ. વાલજીભાઇ નિનામાએ આજીડેમ પોલીસને જાણ કરી હતી. વિનોદના ભાણેજ અજયની ઘરવાળી રિસામણે હોઇ તેના દાણા જોવડાવવા વિનોદ અને અજયના પિતા સહિતના લોકો લાપાસરી આવ્યા હતાં. આ વખતે ભુવાઆતાના કિદરાએ બહારથી અચાનક આવી અહિ શું કામ આવો છો? કહી ધારીયાથી હુમલો કરી મોઢા પર ઇજા કરી હતી. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.