પડધરીના ખામટા ગામ પાસે ટ્રક અથડાઈને પૂલ નીચે પળતા દ્વારકાના ડ્રાઈવર નું મોત

પડધરીના ખામટા ગામના પાટીયા પાસે આગળ જતા ટ્રક પાછળ ટ્રક અથડાઈને પૂલ નીચે પટકાતા દ્વારકાના ટ્રક ડ્રાઈવરનું મોત નિપજ્યુ હતું. પ્રાપ્ત વિગતો મુજબ દ્વારકા ટીવી સ્ટેશન પાસે માઈક્રો ઓફિસની બાજુમાં રહેતા માનસીભા જીવાભા માણેક (ઉ.વ. ૪૫) ગઈકાલે થાનથી ટ્રક લઈ મીઠાપુર આવતા હતા ત્યારે પડધરી પાસે જામનગર હાઈવે પર ખામટા ગામ પાસે આગળ જતા ટ્રક નં. જીજે ૩૭ ટી ૫૯૨૭ના ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવતી ટ્રક અથડાઈને પૂલ નીચે પટકાતા ટ્રકની કેબીનમાં દબાઈ જતા ડ્રાઈવર માનસીભા માણેકનું મોત નિપજ્યુ હતું. અકસ્માત બાદ આગળ જતા ટ્રકનો ડ્રાઈવર ટ્રક મુકી નાસી ગયો હતો. આ અંગે મૃતક ટ્રક ડ્રાઈવરના ભાઈની ફરીયાદ પરથી પડધરી પોલીસે ટ્રક ચાલક સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે. અકસ્માતમાં મૃત્યુ પામનાર ટ્રક ડ્રાઈવર માનસીભા માણેકને ૩ સંતાનો છે. જેણે પિતાની છત્રછાંયા ગુમાવતા પરિવારમાં શોકની લાગણી ફેલાય છે.