તીન પત્તીનો જુગાર રમતા શકુનિઓને પકડી પાડતી બગોદરા પોલીસ

ગુજરાત રાજ્યના મે.ડી.જી.પી શ્રી દ્વારા હાલમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિ રોકવા સ્પેશિયલ ડ્રાઇવ નું આયોજન કરેલ હોય તથા અમદાવાદ રેન્જ આઈ.જી. શ્રી ડી. બી. વાઘેલા સાહેબ તથા મે. પોલીસ અધિક્ષક અમદાવાદ ગ્રામ્ય શ્રી આર.વી અસારી સાહેબ દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓ ને ડામી દેવા જરૂરી સુચના આપેલ હોય તથા શ્રી નિતેશ પાન્ડેય સાહેબ મદદનીશ પો.અધી.સા ધોળકા વિભાગ ધોળકા નાઓના માર્ગદર્શન હેઠળ

બગોદરા પોલીસ સ્ટેશન પી.એસ.આઇ શ્રી એમ.પી ચૌહાણ સાહેબ તથા તેમના સ્ટાફના માણસો એ.એસ.આઈ ભરતભાઇ ભુદરભાઈ આ.પો.કો નરેન્દ્રસિંહ અને જયદીપસિંહ તથા અ.લો.ર. વિક્રમભાઈ, હાર્દિકભાઈ, કિશોરભાઈ અને વિપુલભાઈ તથા વૃ.લો.ર મીનાક્ષી બેન,ઉર્મિલાબેન,હિરલબેન અને રેણુકા બેન સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી ત્રણ વાહનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન શિયાળ ગામે બસ સ્ટેશન નજીક આવતા ખાનગી રાહે સાથેના અ.લો.ર વિક્રમભાઈ ઇશ્વરભાઇ ને બાતમી હકીકત મળેલ કે શિયાળ ગામ માં હાઉસિંગમાં પઢાર નવઘણભાઈ વેલશીભાઈના ઘર આગળ ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો પૈસા પાના વતી હારજીતનો તીન પત્તીનો જુગાર રમાડે છે જે અન્વયે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા (૧) નવઘણભાઈ વેલશી ભાઈ પઢાર ઉં.વ ૩૫ (૨) શંકરભાઈ માજુભાઈ પઢાર ઉં.વ ૩૫ (૩) રાજેશભાઈ જેરામભાઈ પઢાર ઉં.વ ૩૨ (૪) ભરતભાઈ ઉકાભાઈ ગોહેલ ઉં.વ ૪૨ (૫) ગમાભાઈ ઝીણાભાઈ પઢાર ઉં.વ ૩૯ (૬) વિલાસબેન વા/ઓ નવઘણભાઈ વેલશી ભાઈ પઢાર ઉં.વ ૩૨ (૭) તાજુબેન વા/ઓ વેલશીભાઈ અભુભાઈ પઢાર ઉં.વ ૬૫ આ તમામ રહે. શિયાળ તા. બાવળા જી. અમદાવાદ (૮) સંજયભાઈ ગોરધનભાઈ દેવીપુજક ઉ.વ ૨૨ રહે. ડુમાલી તા.બાવળા જી.અમદાવાદ (૯) બાબુભાઈ મકનભાઈ ગળથરા(કો.પ) ઉ.વ ૩૮ રહે. કરસનગઢ તા. લીંબડી જી.સુરેન્દ્રનગર નાઓ ને જુગાર રમતા રંગે હાથ પકડ્યા છે.તથા આરોપીઓની અંગ જડતી માંથી તથા દાવ ઉપરના રોકડ રકમ રૂ.૧૨,૪૦૦/- તથા મોબાઈલ નંગ-૪ કિંમત રૂ.૩૦૦૦/- મળી કુલ રૂ.૧૫,૪૦૦/- ના મુદ્દામાલ સાથે પકડાઈ જતા તેઓ વિરુદ્ધમાં જુગાર ધારા કલમ ૧૨ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

( રિપોર્ટર: મહિપત ભાઈ મેટાળીયા)