બગોદરા પોલીસની વધુ એક સફળતા ગાંગડ અને મીઠાપુર માંથી દારૂ પકડ્યો

બગોદરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ શ્રી એમ.પી ચૌહાણ સાહેબ અને પોલીસ કોન્સ્ટેબલ જયદીપસિંહ, સુરેન્દ્રસિંહ, કિશોરસિંહ પોલીસ સ્ટેશનમાં હાજર હતા. તે સમયે સુરેન્દ્રસિંહ બાતમી મળી હતી કે ગાંગડ ગામમાં કુબલીયા ફળીમાં રહેતા મેહુલ ભાઈ વિઠ્ઠલભાઈ જાદવ પોતાના ઘરે i20 કારમાંથી વિદેશી દારૂ ઉતારે છે. જેથી બગોદરા પોલીસે બાતમી મુજબ ની જગ્યાએ દરોડો પાડતાં મેહુલભાઈ ના ઘરમાંથી બીયર ટીન નંગ ૭૨ જેની કિંમત ૭૨૦૦ રૂપિયા તથા અલગ-અલગ બ્રાન્ડનો વિદેશી દારૂની પ્લાસ્ટિકની ૬૦ નંગ બોટલ જેની કિંમત ૧૮૦૦૦ રૂપિયા અને બે મોબાઇલ જેની કિંમત ૫૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો જેથી તેને જપ્ત કરીને આ ઇંગ્લિશ દારૂ તથા બિયરનો જથ્થો ક્યાંથી લાવ્યો છે તે મેહુલભાઇને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે આ માલ બાવળા તાલુકાના મીઠાપુર ગામ માં રહેતા પોતાના સંબંધી રાજુભાઈ જશુભાઈ કોળી પટેલ તથા જસુ ભાઈ સગન ભાઈ કોળી પટેલ પાસેથી લાગ્યો હોવાનું જણાવતાં પોલીસે મીઠાપુર ગામ માં તેમના ઘરે જઈ તપાસ કરતા ઘર તથા એસેન્ટ કારમાંથી બિયર ટીન નંગ ૧૫૯ જેની કિંમત ૧૫,૯૦૦ તથા અલગ અલગ બ્રાન્ડ ના વિદેશી દારૂની પ્લાસ્ટિકની સીલ બંધ બોટલ નંગ ૬૦ જેની કિંમત ૧૮,૦૦૦ રૂપિયા તથા ૫૦,૦૦૦ રૂપિયાની એસેન્ટ કાર મળી કુલ ૧,૧૪,૧૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને ત્રણેય બુટલેગરોને પકડી લીધા છે.

પકડાયેલા બુટલેગરો ના નામ:

૧) મેહુલ ભાઈ વિઠ્ઠલભાઈ જાદવ

૨) જસુ ભાઈ  છગનભાઈ ગોહિલ

૩) રાજુભાઈ જશુભાઈ ગોહિલ

છે.

(રિપોર્ટર: મેટાળીયા મહિપત ભાઈ)