અજાપર ચોકડી નજીક આખલા સાથે બાઇક અથડાતાં યુવાનનું મોત

ગાંધીધામ, અંજારના અજાપર ચોકડી નજીક આખલા સાથે બાઇક ભટકાતાં ઘવાયેલા બાઇકચાલક એ સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો. . અંજારના નવાનગરમાં રહેનાર મૂળ સાંતલપુર પાટણના યુવક ને તા. 28/10ના રાત્રિના ભાગે અજાપર ચોકડીથી આગળ આશાપુરા હોટેલ સામે અકસ્માત નડયો હતો. આ યુવાન પોતાનું બાઇક લઇને જઇ રહ્યો હતો. દરમ્યાન, બાઇક આખલા સાથે ભટકાતાં આ યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેમાં તેને આદિપુરની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો, જ્યાં આ બાઇકચાલકે સારવાર દરમ્યાન તા. 29/10ના રાત્રિના અરસામાં છેલ્લા શ્વાસ લીધા હતા.