આણંદના લોટીયા ભાગોળમાં જુગાર રમતાં ત્રણ પકડાયા: પાંચ ફરાર

આણંદ શહેરના લોટીયા ભાગોળમાં આવેલા બહુચરમાતા ચોકમાં ગઈકાલે મધ્યરાત્રીના સુમારે આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે દરોડો મારતાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતાં ઇસમોમા ંનાશભાગ મચી જવા પામી હતી. પોલીસે કોર્ડન કરીને ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા જ્યારે પાંચ શખ્સો ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા. ઝડપાયેલા ઇસમો પાસેથી ૨૫૬૦ની રોકડ મળી આવતાં તે જપ્ત કરવામાં આવી હતી. પકડાયેલા શખ્સોના નામઠામ પુછતાં શૈલેષ મગનભાઈ ચાવડા, રાજેશભાઈ મુળજીભાઈ મીસ્ત્રી અને સત્તારમીંયા સિકંદરમીંયા દિવાન તેમજ ફરાર થઈ ગયેલામાં જયેશ ઉર્ફે ગલીયો રતીલાલ ચાવડા, રણછોડભાઈ ચાવડા, કિરિટભાઈ મોહનભાઈ ચાવડા, અમીત મનુભાઈ ચાવડા અને અરવિંદ ઉર્ફે ટીનીયો હરમાનભાઈ ગોહેલ હોવાનું ખુલવા પામ્યું હતુ. પોલીસે તમામ વિરૂધ્ધ જુગાર ધારાની અલગ-અલગ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરી હતી.