રાજકોટમાં ધો.8ની વિદ્યાર્થિનીને ઓનલાઈન હોમવર્ક કરવું ગમતું ન હોવાના કારણે આપઘાત કર્યો

લોકડાઉનના કારણે લોકોની આર્થિક પરિસ્થિતિ ખરાબ થતા રાજ્ય સરકારે ધંધા ઉદ્યોગો ખોલવા કોરોનાના સંક્રમણને અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. માટે છૂટછાટ આપી છે પરંતુ વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઇને શાળા અને કોલેજો શરૂ કરવામાં આવી નથી. લોકડાઉનના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે રાજ્યની શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવે છે. તેવામાં હવે ઓનલાઈન શિક્ષણ વિદ્યાર્થીઓ માટે હાનીકારક શાબિત થઇ રહ્યું છે. રાજકોટમાં એક વિદ્યાર્થીનીએ ઓનલાઈન આપવામાં આવતા હોમવર્કથી કંટાળીને આપઘાત કર્યો હતો. ઘટનાને પગલે પોલીસે વિદ્યાર્થીનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડીને સમગ્ર મામલે આપઘાતનો ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે.રિપોર્ટ અનુસાર રાજકોટના મવડી વિસ્તારમાં આવેલી ગીરનાર સોસાયટીમાં રોહિત શીંગડીયા તેના પરિવારની સાથે રહે છે. રોહિત શીંગડીયાને એક 12 વર્ષની દીકરી હતી અને તે ધોરણ 8માં અભ્યાસ કરતી હતી. રોહિત શીંગડીયાની દીકરી રાજકોટમાં આવેલી જાયકિશન સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. લોકડાઉન હોવાના કારણે વિદ્યાર્થીનીની શાળા શરૂ ન હોવાના કારણે તેને ઓનલાઈન શિક્ષણ શાળા દ્વારા આપવામાં આવતું હતું. ઓનલાઈન શિક્ષણ દરમિયાન શિક્ષકો વિદ્યાર્થીઓને ઓનલાઈન હોમવર્ક આપતા હતા. પરંતુ આ હોમવર્ક કરવું વિદ્યાર્થીનીને પસંદ નહોતું. આજે પણ વિદ્યાર્થીનીને શાળા દ્વારા ઓનલાઈન હોમવર્ક આપવામાં આવ્યું હતું. જેથી વિદ્યાર્થીનીએ ઓનલાઈન હોમવર્ક કરવું પસંદ નથી, તેવું માતાને કહીને પોતાના રૂમમાં નાહવા માટે ચાલી ગઈ હતી. દીકરીને રૂમમાં ગઈ તેને ઘણો સમય થયો હોવા છતાં પણ તે બહાર ન આવતા માતાએ દીકરીના રૂમનો દરવાજો ખખડાવ્યો હતો પરંતુ દરવાજો પણ કોઈએ ન ખોલતા માતાએ બારીમાંથી નજર કરતા દીકરીએ તેના રૂમમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી. તેથી માતાએ બૂમાબૂમ કરતા રોહિત શીંગડીયા પણ દીકરાની રૂમની બહાર દોડી આવ્યા હતા. તેમને રૂમનો દરવાજો તોડીને તેઓ દીકરીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં ગયા હતા. હોસ્પિટલમાં ફરજ પરના ડૉકટરોએ દીકરીને મૃત જાહેર કરી હતી. ઘટની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને પોલીસે વિદ્યાર્થીનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડી સમગ્ર મામલે આપઘાતનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.