ભાવનગર જિલ્લામા ૪ નવા પોઝીટીવ કેસો નોંધાયા જ્યારે ૨ દર્દી બન્યા કોરોનામુક્ત

ભાવનગર, ભાવનગર જિલ્લામા ૪ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૨૦૬ થવા પામી છે. ભાવનગરના હાદાનગર, સત્યનારાયણ સોસાયટી ખાતે રહેતા ૨૨ વર્ષીય વિજયસિંહ ભરતભાઈ ડોડીયા, ભાવનગરના નારી ખાતે રહેતા ૫૫ વર્ષીય રેખાબેન ભરતભાઈ મોરડીયા તથા તેમનો પુત્ર ૨૦ વર્ષીય કિશન ભરતભાઈ મોરડીયા, ભાવનગર તાલુકાના ભુંભલી ગામ ખાતે રહેતા ૬૫ વર્ષીય હંસાબેન મહિપતરાય જાનીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે ભાવનગર શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમા દાખલ કરવામા આવેલ છે. જ્યારે ૨ કોરોના પોઝીટીવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. જેમા ગત તા.૯ જુનના રોજ ભાવનગરના વિરભદ્ર અખાડા, મેધાણી સર્કલ ખાતે રહેતા ૪૩ વર્ષીય ચિરાગભાઈ દિનેશભાઈ ધંધુકીયા અને તા.૧૬ જુનના રોજ અમદાવાદના પ્રભુપાર્ક સોસાયટી, નરોડા ખાતે રહેતા ૩૦ વર્ષીય દિનલ પ્રતિકભાઈ દોશીનો રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે ભાવનગર શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમા દાખલ કરવામા આવેલ. ત્યારબાદ ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ બન્ને દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ બન્ને દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ બન્ને દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે. આમ જિલ્લામા નોંધાયેલા ૨૦૬ કેસ પૈકી હાલ ૪૧ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૧૫૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ ૧૪ દર્દીઓનુ અવસાન થયેલ છે.
(એજાદ સેખ રીપોર્ટર)