ઓઈલની કિંમતોમાં ફરી વધારો જોવા મળ્યો, દિલ્હીમાં ડીઝલ 80.53 અને પેટ્રોલ 80.43 રૂપિયા લીટર પહોંચ્યો


નવી દિલ્હી : ઓઇલ કંપનીઓએ ફરીથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કર્યો છે. આ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલ 80.43 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 80.53 રૂપિયા પર પહોંચી ગયું છે. મહત્વનું છે કે, 21 દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારા પછી રવિવારે તેમની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો, પરંતુ આજે એટલે કે સોમવારે ફરીથી કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં ડીઝલની કિંમતમાં 13 પૈસાનો વધારો થયો છે અને હવે આ ભાવ પ્રતિ લિટર 80.53 રૂપિયા થઈ ગયા છે. આવી જ રીતે પેટ્રોલના ભાવમાં પણ 5 પૈસા અને તેની કિંમત 80.43 રૂપિયા કરવામાં આવી છે. દિલ્હીમાં છેલ્લા ઘણા દિવસોથી ડીઝલનો દર પેટ્રોલ કરતા વધુ છે.