વિશ્વભરમાં કોરોનાવાયરસના કેસમાં ચિંતાજનક ઉછાળો આવ્યો, ૧.૮૯ લાખ જેટલા નવા કેસ મળી આવ્યા


દુનિયાભરમાં કોરોનાવાયરસ ના કેસ માં ચિંતાજનક ઉછાળો આવ્યો છે અને વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા મુજબ ૨૪ કલાક દરમિયાન દુનિયાભરમાં ૧.૮૯ લાખ જેટલા નવા કેસ મળી આવ્યા છે. યારે સૌથી વધુ અસરગ્રસ્ત અમેરિકામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૪૦ હજારથી વધુ નવા કેસ મળી આવ્યા છે. અહીં કુલ કેસની સંખ્યા ૨૬ લાખને પાર કરી ગઇ છે અને એક લાખ ૨૮ હજાર થી વધુ લોકોના મૃત્યુ થઈ ગયા છે. જોકે વિશ્વ આરોગ્ય સંસ્થા એવી માહિતી પણ આપી છે કે વિશ્વભરમાં અત્યાર સુધીમાં ૫૫ લાખથી વધુ લોકો સજા પણ થઇ ગયા છે. બ્રાઝિલમાં ૧૩.૪૫ લાખ જેટલા કેસ થઇ ગયા છે અને અહીં ૫૭ હજારથી વધુ લોકોના મૃત્યુ થયા છે. રશિયામાં કેસ ની કુલ સંખ્યા ૬.૩૪ લાખ જેટલી થઇ ગઇ છે અને અહીં ૯ હજારથી વધુ દર્દીના મૃત્યુ થઈ ગયા છે. સ્પેનમાં કેસની સંખ્યા ત્રણ લાખની નજીક પહોંચી ગઈ છે અને અહીં અત્યાર સુધીમાં ૨૮ હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. ઈરાકમાં તો તમામ સંસદ સભ્યોએ સંસદના સત્ર માં હાજરી આપવાનો ઇનકાર કરી દીધો છે. ઈરાકમાં પણ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દરમિયાનમાં સંયુકત આરબ અમીરાત દ્રારા પાકિસ્તાનથી આવનારી લાઇટો ને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે કારણકે પાકિસ્તાનમાં પણ ખૂબ જ ઝડપથી કોરોનાવાયરસ ના કેસમાં વધારો થઈ રહ્યો છે