ગાંધીધામ તાલુકાનાં ખારી રોહરમાં પાર્ક કરેલી બાઈકની અજાણ્યા શખ્સોએ કરી ચોરી

ગાંધીધામ , તા.૧૪ : ગાંધીધામ તાલુકાનાં ખારી રોહરમાં પાર્ક મોટરસાઇકલને કોઈ અજાણ્યા શખ્સો લઈ ગયા હતા. સુંદરપુરીમાં રહેતા ગોવિંદ લક્ષ્મણભાઈ બાલડોલીયાએ પોતાની બજાજ પલ્સર જી.જે.૧૨ ડી.એફ. ૭૮૧૪ ને ખારી રોહરમાં આવેલા જીપ્સન પ્લોટ પાસે ગત તા. ૨૮/૧૨ ના પાર્ક કરી હતી. જેને કોઈ અજાણ્યા શખ્સોએ સવારના સમયે લઈ ગયા હતા. બી ડિવિઝન પોલીસે ૭૫ હજારની બાઇક ચોરીની ફરિયાદ દાખલ કરી હતી. અહિ નોધવું રહ્યું  કે વાહન ચોરીના વધતાં બનાવો સામે એલસીબી ચાર બાઇક ચોરીઓને એક સાથે નિસ્ફળ  કરવામાં સફળ રહી હતી.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર TV ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *