મયુરનગરમાં જુના મનદુ:ખ રાખીને બે પક્ષો વચ્ચે મારામારી

જામનગર: જામનગરમાં સીટી સી ડીવીજન વિસ્તારના મયુરનગરમાં ગત રાત્રે બે પક્ષે મારામારી થવા પામી છે આ બનાવ અંગે પોલીસે બંને તરફે ફરિયાદ નોંધી આગળની તજવીજ શરુ કરી છે. જુના મનદુ:ખથી મારામારી થઇ હોવાનું પણ સામે આવ્યું છે. જામનગરમાં મારામારીનો બનાવ બન્યો હતો જેની સામસામે ફરિયાદ નોંધાઈ છે. મયુર નગરમાં રહેતા સાજણભાઇ ઉર્ફે મુન્નો નાથાભાઇ મુનએ સીટી સી ડીવીજનમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપી શેરસિંગ કિશોરભાઈ કોળી, સુરીયો બાવરી અને એક અજાણ્યો સખ્સ રીક્ષા ચાલક સહિતના સખ્સોએ હુમલો કરી માર મારી ઈજા પહોચાડી હોવાનો આરોપ લગાવ્યો છે. આ બનાવ અંગે આઈપીસી કલમ આઇ.પી.સી.કલમ 325,323,504, 114 તથા જી.પી.એકટ કલમ 135(1) મુજબ ફરિયાદ નોંધી હતી. જયારે સામા પક્ષે નોંધાયેલ ફરિયાદની વિગત મુજબ મયુરનગર વામ્બે આવાસ પાસે દવાખાના સામે શેરસિંગ કિશોરભાઈ કોળીએ વિપો ગઢવી, લાખો ગઢવી, સુનીલ વાઘેર તથા મુન્નો રહે. બધા જામનગર વાળાઓ સામે આઇ.પી.સી.કલમ 325,323,504, 114 તથા જી.પી.એકટ કલમ 135(1) મુજબ ફરિયાદ નોંધાવી હતી જેમાં તેઓને અગાઉ આરોપી લાખા સાથે માથાકુટ થયેલ જેનો ખાર રાખી આરોપી વીપાએ ભુંડાબોલી ગાળો આપી બોલાચાલી કરવા લાગ્યો હતો. દરમિયાન અન્ય આરોપીઓ પણ આવી જઈ કહેલ કે મારા ભાઈ સાથે શા માટે માથાકુટ કરેશ તેમ કહી જમણા પગમા ગોઠણથી નીચેના ભાગે લોખંડનો પાઈપ મારી ફેકચર કરેલ તથા લાકડી વડે વાસાના ભાગે મારમારી ઈજા પહોચાડી હોવાનો આરોપી લગાવ્યો છે. પોલીસે સામસામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.