છાડવારા નજીક ઊભેલાં ટ્રેઈલરમાં બીજું ભટકાતાં એકનું મોત

ભચાઉના છાડવારા નજીક આગળ જતાં વાહનમાં પાછળથી ટ્રેઈલર ભટકાતાં તે ત્યાં પડયું રહ્યું હતું. બાદમાં તેમાં પાછળથી અન્ય ટ્રેઈલર ભટકાતાં આ ટ્રેઈલરચાલકનું મોત થયું હતું. સૂત્રો માંથી મળતી મુજબ મીઠીરોહર નજીક વંશપ્રતાપ લોજિસ્ટિકમાં ટ્રેઈલર ચલાવનાર યુવાન ગત તા. 18/7ના સવારે વાહન લઈને જઈ રહ્યો હતો. તે છાડવારા નજીક રામદેવ પુલિયા પાસે પહોંચ્યો હતો. ત્યારે આગળ જઈ રહેલા ટેન્કરને આગળ ગાય આડે આવતાં તેને બચાવવા તેના ચાલકે બ્રેક મારતાં ટ્રેઈલર તેમાં પાછળથી ભટકાયું હતું. બાદમાં આ વાહનના ગ્લાઈન્ડર લોક થઈ જતાં તેણે પોતાના વાહન પાછળ પથ્થરોની આડશ ઊભી કરી હતી. તેવામાં પાછળથી આવતું ટ્રેઈલર આગળ ઊભેલાં આ ટ્રેઈલરમાં અથડાયું હતું, જેમાં પાછળના વાહનના ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમાં તેનું મોત થયું હતું. આ ચાલકની ઓળખ માટે આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.