ભુજની ભાગોળે રેતી ભરેલી ટ્રક સાથે સેડાતાનો ઈસમ ઝડપાયો

ભુજ: ભુજ ખાવડા રોડ પર એરફોર્સના ગેઇટ પાસેથી રોયલ્ટી વિના ટ્રકમાં રેતી ભરીને જતા સેડાતાના ચાલકને પોલીસે ઝડપી પાડ્યો હતો. બુધવારે બી ડિવિઝન પોલીસે વાહન ચેકિંગ દરમિયાન રેતી ભરેલી ટ્રક જી.જે.09 ઝેડ 4995ને રોકી સેડાતાના ચાલક ઓસમાણ આદમ રાઠોડ (ઉ.વ.42)ને રેતી અંગેની પુછતાં ચાલક પાસે રેતીની કોઇ રોયલ્ટી ન હોવાથી રેતી સાથે ટ્રક ડીટેઇન કરીને પુછતાછ હાથ ધરતાં કુનરીયા ગામની નદીના છેલ્લામાંથી ગેરકાયદેસર ભરી હોવાની કબુલાત આપી હતી. પોલીસે આગળની કાર્યવાહી માટે ખાણ ખનીજ વિભાગને જાણ કરી હતી. બી ડીવિઝન પોલીસ મથકના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર એસ.વી.વસાવા, એએસઆઇ નીરૂભા ઝાલા, સુરસિંહ રાજપુત, શક્તિસિંહ જાડેજા સહિતનો સ્ટાફ જોડાયો હતો.