મોટી ચીરઇમાં 43 હજારના વિદેશી શરાબ સાથે 1 ઝડપાયો

ભચાઉ:ભચાઉ તાલુકાના નવી મોટી ચીરઇ ગામના કોલીવાસમાં પોલીસે બાતમી મુજબ દરોડો પાડી મકાનમાંથી રૂ.43,200 ની કિંમતના વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે એક આરોપીને પકડી બાઇક સહિત કુલ રૂ.73,200 નો મુદ્દામાલ કબજે કર્યો હતો, જો કે અન્ય બે આરોપીઓ હાથ લાગ્યા ન હતા. આ બાબતે પીઆઇ એસ.એન.કરંગિયાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, પેટ્રોલિંગ સમયે કોન્સ્ટેબલ ભાવીન બાબરિયાને મળેલી બાતમીના આધારે નવી મોટી ચીરઇના કોલીવાસમાં આવેલી ગૌશાળાની બાજુમાં બનેલા ભુકંપ સહાયના મકાનમાંથી રૂ.36,800 ની કિંમતના વિદેશી દારુની 88 બોટલ અને રૂ.6,400 ની કિંમતના બિયરના 64 ટીન સહિત રૂ.43,200 ની કિંમતના દારૂ અને બિયરના જથ્થા સાથે નવી મોટી ચીરઇના ચેતનસિંહ ઉર્ફે ભોલો નરેન્દ્રસિંહ જાડેજાને પકડી લઇ તેના કબજામાંથી બાઇક સહીત કુલ રૂ.73,200 નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધ્યો હતો, તો હાજર ન મળેલા નવી મોટી ચીરઇના મયુરસિંહ કિરીટસિંહ જાડેજા અને યશપાલસિંહ સંપતસિંહ ઝાલા વિરુધ્ધ પણ ગુનો નોંધી પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. આ કામગીરીમાં પીઆઇ સાથે આર.જે.સિસોદિયા, એ.કે.મકવાણા, હેડકોન્સ્ટેબલ પ્રવિણ આલ, દેવરાજ આહિર, જનક લકુમ સહીતનો સ્ટાફ જોડાયો હતો.