પાટણમાં જીપીપીસીના પ્લાન્ટમાં શોર્ટ સર્કીટ થતાં આગ ભભૂકી ઉઠી

પાટણ પાસે ચારણકા નજીક આવેલાં એશિયાના સૌથી મોટા સોલાર પાર્કમાં આગને કારણે કરોડો રૂપિયાનું નુકશાન થયાનો અંદાજ લગાવવામાં આવી રહયો છે. શોર્ટ સર્કીટના કારણે લાગેલી આગ ફાયર સેફટીની પુરતી વ્યવસ્થાના અભાવે વિકરાળ બની હોવાનું જાણવા મળી રહયું છે. એશિયાના સૌથી મોટા સોલાર પાર્કની ગુજરાત પાવર પીપાવાવ કોર્પોરેશન લિમિટેડ કંપનીમાં આગ ફાટી નીકળતાં દોડધામ મચી ગઇ