જખૌ ગામે મેઘરાજાના આગમનથી કીચડ રાજની શરૂઆત થઈ

અબડાસાના જખૌ ગામે છેલ્લા બે દિવસ થી ઝરમર ઝરમર વરસાદ ચાલુ હતી, જ્યારે આજે સારા પ્રમાણમાં વરસાદ ચાલુ થઇ ગઈ છે. સારો વરસાદ પડવાથી જખૌ ની ગલીઓમાં પાણીના વહેણ વહેવા લાગ્યા અને ઠેર ઠેર કીચડ થવા લાગ્યું. ગુજરાત સરકાર દ્વારા જખૌ જૂથ ગ્રામ પંચાયતને ગામની શેરીએ શેરીએ સી સી રોડ બનાવવા માટે 14મુ નાણાં પંચ મારફતે ગ્રાન્ટ આપવામાં આવી છે, પણ સ્થાનિક અમુક જગ્યાએ જ ગ્રાન્ટ નું ઉપયોગ થયો છે. બાકી રહેલી જગ્યાએ સીસી રોડ બનાવવામાં આવ્યા નથી તેમજ સ્વરછ ભારત મિશન અંતર્ગત પણ જખૌ જૂથ ગ્રામ પંચાયતને સહાય આપવામાં આવી છે જે સ્થાનિક હકીકતે વપરાશ માં એકદમ નહિવત છે. જખૌ જૂથ ગ્રામ પંચાયત ને 14 મુ નાણાં પંચ, એટિવિતી, સ્વચ્છ ભારત અભિયાન, ધારાસભ્ય તેમજ સાંસદ સભ્ય ગ્રાન્ટ, તાલુકા અને જિલ્લા માંથી સ્વભંડોળ વગેરે જેટલી ગ્રાન્ટ આપવામાં આવી છે પણ કોઈ પણ ગ્રાન્ટ નું કેટલો ઉપયોગ સ્થાનિક થાય છે તે કોઈ પણ અધિકારી દ્વારા ઉચ્ચ કક્ષાએથી દેખરેખ રાખવામાં આવી નથી. જમીન પણ બે ત્રણ વરસાદ ના છાંટા પડે અને જખૌ માં લાઈટ ગુમ થઇ જાય, પી જી વી સી એલ ને કોઈ પૂછવા વાળો નહિ, એક એક મહિના સુધી ગામમાં પાણી ન આવે, પાણી સમિતિ ને કોઈ પણ પૂછવા વાળી નહિ, થોડુક વરસાદ પડે અને ગામની શેરીઓ માં ઠેર ઠેર કીચડ થઈ જાય, ગ્રામજનોને આવવા જવવા માં તકલીફ પડે. ઉચ્ચ કક્ષાએથી કોઈ પૂછવા વાળો નહિ. અમુક રાજકીય વગ ધરાવતા વ્યક્તિઓ દ્વારા વરસાદ ના પાણીના વહેણ પર પાકું બાંધકામ કરવામાં આવ્યો, પંચાયત દ્વારા જ બાંધકામની મંજુરી આપવામાં આવી અને આકારણી રજીસ્ટર માં ચડાવવામાં આવ્યો. જખૌ ગ્રામજનો દ્વારા મનરેગા અંતર્ગત ના કામો ચાલુ કરાવવા માટે ઉચ્ચ કક્ષાએ વારંવાર રજૂઆત કરવામાં આવી પણ મનરેગા અંતર્ગત ના કામો જખૌ મધ્યે છેવટ સુધી ચાલુ કરવામાં આવ્યા જ નહિ, કરછ જિલ્લા ના અબડાસા તાલુકા ની તમામ ગ્રામ પંચાયતો માં મનરેગા અંતર્ગત ના કામો ચાલુ કરાવવામાં આવ્યા હતા. પરંતુ જખૌ માં કામો ચાલુ કરાવવામાં આવ્યા જ નહિ. અમુક રાજકીય વગ ધરાવતા વ્યક્તિઓ દ્વારા ગ્રામ પંચાયત હસ્તક ની સ્ટ્રીટ લાઈટ માંથી સીધો પોતાના ઘર વપરાશ માટે કનેક્શન આપવામાં આવ્યો, એક જાગૃત નાગરિક દ્વારા જ્યારે વિરુદ્ધ કરવામાં આવ્યો તો તે કનેક્શન ને રાતો રાત કટ કરવામાં આવ્યો પણ કોઈ યોગ્ય પગલાં લેવામાં ન આવ્યા, પંચાયત ના વપરાશ થી વધારે સ્ટ્રીટ લાઈટ બીલ પંચાયત દ્વારા ચૂકવવામાં આવે છે એટલે જ છ મહિના અગાઉ નાણાં ન અભાવે પંચાયત નું કનેક્શન પી જી વી સી એલ દ્વારા કટ કરવામાં આવ્યો હતો. જખૌ જૂથ પંચાયત નો બેદરકારી વારંવાર અરજીઓ તેમજ આંદોલનો ના માધ્યમ થી બહાર આવે છે પણ ઉચ્ચ કક્ષાએથી આજ દિવસ સુધી કોઈના દ્વારા પણ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી. ક્યારેક તો એવું લાગે છે કે જખૌ ના અમુક રાજકીય વગ ધરાવતા વ્યક્તિઓને ભારત નો કોઈ પણ કાનૂન નડતો હ નથી, મનસ્વી રીતે કોઈ પણ જગ્યાએ વ્યવહાર કરવામાં આવે છે  અમુક જાગૃત નાગરિકો દ્વારા મનરેગા જોબ કાર્ડ, મનરેગા અંતર્ગત ની ગૌશાળા, 14 મુ નાણાં પંચ સને સી એસ આર માં સરકારી નાણાં ની ઉચાપત અને ભ્રષ્ટાચાર બહાર કરવામાં આવ્યો જેથી જખૌ ગામ પ્રત્યે તંત્ર દ્વારા પક્ષપાત કરવામાં આવી રહ્યો છે, તેવું જખૌના સ્થાનિકો નું માનવું છે. ભ્રષ્ટાચાર બહાર આવ્યા પછી જખૌ મધ્યે કોઈ પણ વિકાસ નું કામ સરકાર દ્વારા કરવામાં આવ્યો નથી.