રાજુલા મહુવા નેશનલ હાઈવે ઉપર ફુટ-ફુટના ખાડા જોવા મળ્યા

રાજુલા સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે ૨ કિલોમીટરના ટુકડા બન્યા તેમાં પણ રોડમાં મોટી તિરાડ પડી ગઇ છે. નેશનલ હાઈવે લોટ પાણીને લાકડા, સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીને જોડતાં નેશનલ હાઇવે ૮ નું કામકાજ શરૂ થયું. ત્યારથી વિવાદોમાં રહ્યું છે. નેશનલ એજન્સીઓને કામ પૂરા કરવા માટે પહેલા આપેલ સમય મર્યાદા પૂર્ણ થયું નથી, તેમજ 2016 થી ચાલુ થયેલા આ હાઇવેનું કામ પૂર્ણ ક્યારે થશે, એ કોઈને ખબર નથી અને હાલમાં બનેલા અમુક જગ્યાએ રોડમાં મોટી તિરાડો પડી ગઇ છે. ત્યારે રાજુલા ના દર્દીઓને મહુવા હોસ્પિટલ જવા માટે પણ 108 પણ નો ચાલે તેમાં રાજુલા થી એટલા ખાડા અને બેઠા પુલમાં મસમોટા ગાબડા પડી ગયેલા છે. વાહન ચાલકોને પણ એક્સિડન્ટ નો ભય, અને પીપાવાવ પોર્ટ થી ટેલર મસમોટા ભારે વાહનોને લીધે બાઈક ચાલકને ભય નો સામનો કરવો પડે છે..
રીપોર્ટ:- ધર્મેશ મહેતા રાજુલા