જામનગરમાં રહેતી પરિણીતાનો ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

images-3-11

જામનગર શહેરના તિરૂપતિ પાર્ક પાસે રહેતી એક પરણિતાએ ગઈકાલના રોજ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. તેના એકાએક આપઘાતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર શહેરના તિરૂપતિ પાર્ક પાસે સાઈપાર્ક શેરી નં-5માં રહેતા મંજુબેન સચિનકુમાર રાજપૂત ઉ.વ.26 નામની પરણિતા ગઈકાલના રોજ પોતાના ઘરે હતી ત્યારે મકાનની છતમાં દોરી બાંધી ટીશર્ટ વડે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. આ અંગે તેમના પતિ સચિનકુમારે સીટી સી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.