ઠેબા ચોકડી નજીક નવ માસના બાળકનું બેશુદ્ધ હાલતમાં મૃત્યુ

જામનગર જિલ્લાના ઠેબા ચોકડી પાસે રહેતો એક નવ માસનો બાળક છેલ્લા ઘણા સમયથી બીમાર રહેતો હોય અને ગઇકાલના રોજ બેભાન થઈ જતાં બાળકનું મૃત્યુ નીપજયું હતું. જામનગર જિલ્લાના ઠેબા ચોકડી નજીક રહેતો વિજય ભરતભાઈ સાડમિયા નામનો 9 માસનો બાળક બીમાર હોવાથી બેભાન થઈ જતાં તેનું ગઇકાલના રોજ મૃત્યુ નીપજયું હતું. આ બનાવ અંગે સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.