જામનગર અને ગોરધનપરમાં જુગાર રમતા એક ડઝન ઈસમ ઝડપાયા

જામનગરમાં સીટી સી ડીવીઝન પોલીસે ત્રણ માળીયા આવાસમાં દરોડો પાડી 6 શખ્સોને અને સિકકા પોલીસે ગોરધનપર ગામે દરોડો પાડી 6 શખ્સોને રોકડ સહિતનો મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે. પોલીસે બન્ને દરોડા દરમ્યાન રૂા. 37 હજારની રોકડ કબ્જે કરી હતી.
જામનગરમાં ત્રણ માળીયા આવાસ બ્લોક નં.9 અને 10 ની વચ્ચે જુગાર રમી રહેલ બશીરભાઇ મુસાભાઇ ખફી, અનવરભાઇ અબ્દુલભાઇ ખીરા અને રમેશભાઇ શાંતીભાઇ શંકેસરીયા, શબીરભાઇ અકબરભાઇ વારમલ, ફીરોજભાઇ સદરુદીન મુખીડા અને હુશેન કાસમભાઇ હંગાણીયા નામના શખ્સોને ગંજીપતાના પાના વડે રોનપોલીસ નામનો જુગાર રમતા પકડી પાડ્યા હતાં. પોલીસે આ તમામ શખ્સોના કબ્જામાંથી રૂા. 10520 ની રોકડ અને રૂા. 5000 ની કિંમતના પાંચ મોબાઇલ સહિત રૂા. 15520 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે આ બનાવ અંગે તમામ શખ્સો સામે જુગારધારા હેઠળ કાર્યવાહી કરી હતી. જયારે સિકકા પોલીસે ગોરધનપર ગામે દરોડો પાડી ગોવળીયા હોટલની પાછળ કાંટાની વાળમાં જુગાર રમી રહેલાં પરેશ ચંદુભાઇ સોલંકી, દેવાભાઇ જીવાભાઇ ઘોડાસરા, વિનોદ શાંતિલાલ મકવાણા, જયસુખ રાયદેભાઇ પરમાર, સલીમ રાયબ કટીયા, મામદ ઉમરભાઇ પરીઠ નામના શખ્સોને રૂા. 11500 ની રોકડ અને મોબાઇલ સહિત 23000 ની મત્તા સાથે પકડી પાડ્યા છે.