ભુજ તાલુકાનાં જાંમબુડી ગામે પિતાના ત્રાસથી કંટાળીને પુત્રએ ગટગટાવ્યું એસીડ.
ભુજ તાલુકાનાં જાંબુડી ગામે પિતાના માનસિક -શારીરિક ત્રાસથી કંટાળીને ૨૨ વર્ષના પુત્રએ એસીડ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરવાનો બનાવ સામે આવ્યો છે. જાંબુડીમાં રહેતા આસીફ હુસેન કુંભાર નામનો યુવાને ગત રાત્રે ૧૦:૦૦ વાગ્યામાં એસીડ પી લેતાં તેની માતા ૧૦૮ દ્વારા તેને તાત્કાલિક સારવાર માટે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં લઈ આવી હતી. આસીફે તેના એસીડ પી લેવાના કારણમાં જણાવ્યુ છે કે, તેના પિતા હુસેન ઉમર કુંભાર તેને નાની-મોટી વાતમાં ઠપકો આપી મારકુટ કરતા રહે છે. એકાદ માસ અગાઉ તેના પિતાએ બીજી મહિલા સાથે લગ્ન કર્યા હોવાનો પણ આરોપ કરી આસીફે જણાવ્યુ કે ગત ૧૨મી તારીખે તેના પિતાએ ઉશ્કેરાઈને તેને પગમાં ધોકા વડે મારમારતા જમણા પગે ફેક્ચર જેવી ઇજા કરી હતી. આ બનાવ અંગે પધ્ધર પોલીસે આસીફના પિતા સામે ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આસીફના પિતા એક ટ્રક ડ્રાઈવર છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.