કસ્ટમ એસઆઈઆઈબી વિભાગે રેઇડ દરમ્યાન ઝડપ્યો દોઢ કરોડનો કૌભાંડ.

ગાંધીધામ : ડિરેક્ટર ઓફ રેવન્યુ ઇંટેલિજન્સ દ્વારા ઈન્પુટના આધારે દુબઈથી મુંદ્રા પોર્ટ આવી રહેલા કન્ટેનરને થોભાવી ચેકિંગ કરતાં તેની અંદરથી ડિકલેરેશનથી વિરુદ્ધ બ્રાસની રેડી ફાઇનલ પ્રોડક્ટ્સનો જથ્થા મળી આવ્યા હતા. સૂત્રોના અનુસાર કુલ્લ દોઢ કરોડોના જથ્થાને ઝડપી પાડ્યાનું  સતાવાર જણાવ્યુ હતુ. ઇંટેલિજન્સ એજન્સીને ઈન્પુટ મળ્યા હતા કે જામનગરની દિવ્યાશી મેટલ્સ નામની પેઢી દ્વારા પીતળનો ભંગાર જાહેર કરીને કંસાઇંમેંટ ઇમ્પોર્ટ કર્યું હતું જેમાં તે ડિકલેરેશન કરી ખરેખર બીજી વસ્તુઓ પણ આયાત કરવાના છે. જે આધારે દુબઈના ઝાબેર અલી પોર્ટથી મુંદ્રા પોર્ટ આવી પહોંચેલા ૨૦ ફીટ કન્ટેનર માટેની બીલ ફાઇલીંગ થતાં જ ડીઆરઆઈને જાણ થતાં કસ્ટમના એસઆઈઆઈબી વિભાગને જાણ કરી કાર્યવાહી કરવા જણાવતા , ટીમ દ્વારા કન્ટેનરને રોકી તેને ખોલાવી ૧૦૦% જથ્થાની તપાસ કરી. જેમાં પેઢીએ બ્રાસ સ્ક્રેપ હની હોવાનું જાહેર કર્યુ. પરંતુ તપાસ કરતાં અંદરથી બ્રાસની બનાવટના સ્ક્રુ,સળીયા,સ્ટ્રીપ્સ,નટ્સ,બોલ્ટ વગેરે ફાઇનલ વસ્તુઓ ભારે માત્રમાં મળી આવી હતી. આ તમામનું વેલ્યુશનથી પણ વધુ તેની કુલ્લ માર્કેટ કિંમત દોઢ કરોડથી પણ વધારે હોવાની સતાવાર ડીઆરઆઈના સૂત્રોએ જણાવ્યુ હતુ. કસ્ટમ એક્ટ્સ, ૧૯૬૨ અંતર્ગત  જથ્થાને સીઝ કરી કસ્ટમ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦: ૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *