ભચાઉ તાલુકાનાં શિકારપુરના બે શકસોને દેશી બંદુક સાથે સામખિયાળી પોલીસે ઝડપાયા.
ગાંધીધામ : આજરોજ વહેલી પરોઢે ૪:૩૦ વાગ્યાની અરસામાં દેશી બંદુક લઈ નીલગાયોના શિકાર માટે આવેલા બે શિકારપુરના બે શખ્સોને સામખિયાળી પોલીસે ઝડપી પાડ્યા. બાતમીના આધારે સામખિયાળી પોલીસની ટીમે જંગી-આંબલીયારા ગામની સીમમાં વૉચ રાખી મોટર સાઇકલ પર જઇ રહેલા બંને શિકારીને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા શખ્સોના નામના રમજાન રાણાભાઈ ત્રાયા તથા હુસેન હબીબ ત્રાયા છે. સામખિયાળી પોલીસના સિનિયર પીએસઆઈ જે.એમ.ગઢવીએ જણાવ્યુ કે, બંદુક સંપૂર્ણ દેશી અને હાથની બનાવેલ છે. તે શખ્સો પાસે છ માસથી પણ વધુ સમયથી આ બંદુક છે. આ બંને શખ્સ વહેલી પરોઢે અંધારામાં પાણી પીવા માટે આવતા રોજડાનો શિકાર કરીને તેના માંસને આરોગતા અને વેચાણ કરતા હતા. પોલીસે તે શખ્સોને રિમાન્ડ ઉપર લઈ તેમણે બંદુક ક્યાથી મળી, કેટલા રૂપિયામાં મેળવી, બંદુકોનો બીજી પણ કોઈ પ્રકરણમાં દુરઉપયોગ થયો છે કે કેમ તે અંગેની પૂછપરછ કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ૧૫૦૦ રૂપિયાની બંદુક અને હોન્ડા સાઇન મોટર સાઇકલ નં.જી,જે.૧૨ ડી.ઇ. ૯૫૨૧ ની કિ.રૂ.૨૫.૦૦૦ ગનપાઉડર કબ્જે કરી બંને શખ્સો સામે આમર્સ એક્ટની કલમ અનુસાર ગુન્હો દાખલ કરીને ઝડપી પાડ્યા.