ભુજ શહેરમાં પ્રેમી પંખિડાએ કર્યો આપઘાતનો પ્રયાસ

જાણવા મળતી વિગતો મુજબ સોનલ ગોપાલે  પોતાના હોશ હવાશમાં લખેલ  ચિઠ્ઠીની વિગતો મુજબ,  કોઈના દબાણ વગર તા: 18-5-2020 ના ભુજ મધ્યે લગ્ન કરેલ છે ભારતીય સંવિધાનના નિયમ મુજબ મારી ઉમર પુખ્તવ્યની છે જેથી કોઈના દબાણ કે બીક વગર મે મારી રાજી ખુશીથી તથા સ્વતંત્રથી મે ગોપાલ વલમજી વાઘમશી સાથે લગ્ન કરેલ છે. લગ્નની નોંધણી અમો 11-6-2020 ભુજ નગરપાલિકા મધ્યે રજીસ્ટર થયેલ છે તથા હવે હું અને મારા પતિ ઘર બાર વગરના થઈ ગયા છીએ અને અમો બંને મારા મોટા ભાઈના તથા પપ્પાની બીક થી મને અને મારા પતિને બંનેને જાનથી મારી નાખશે તે બીકથી એવું નકી કરેલ કે જીવી તો નૈ શકીએ પરંતુ બંને ભેગા મરી તો શકશું અને બંને એટલા માટે દવા પીએ છીએ મારા માવતરના બીક થી અમો બંને આ આખરી પગલું ભરેલ છે અને મારા સાસરિયાવાળા ને હવે કઈ પણ થાય તો એની જવાબદારી મારા ભાઈ અને પપ્પાની રહેશે.

આ ચિઠ્ઠી કોઈના બીક થી કે દબાણ વગર અને મારા હોશ હવાશમાં મારા હાથે લખેલ છે.  સારવાર માટે જી.કે. જનરલ હોસ્પિટલ માં ખસેડવામાં આવેલ છે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે

રિપોર્ટ બાય કારણ વાઘેલા