ઓડીશા માં કોરોના વાયરસના કારણે એક પત્રકારનું મોત

નવી દિલ્હી, ઓડિશામાં કોરોનાને કારણે એક પત્રકારનું મોત નીપજ્યું છે. મૃતક પત્રકારનું નામ પ્રિયદર્શી પટનાયક છે અને તે દૈનિક અખબાર સમાજના હિંજિલી ના પ્રતિનિધિ હતા. થોડા દિવસોથી તેની ભુવનેશ્વરની કોવિડ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. શનિવારે મોડી સાંજે તેમનું અવસાન થયું હતું. ઓડિશામાં કોરોનાને કારણે પત્રકારના મોતની આ પહેલી ઘટના છે. પ્રિયદર્શી પટનાયક હિંજિલીના પ્રતિનિધિ હતા. તેમણે વિવિધ ક્વોરેન્ટાઇન સેન્ટરો પર ગયા અને કોરોના નું સફળતા પૂર્વક રીપોર્ટીંગ કર્યું હતું. સાત દિવસ પહેલા તેને કોરોના પોઝિટિવ હોવાનો સમાચાર મળ્યા હતા. આ પછી તેની સારવાર ચાલી રહી હતી. રાજ્યના પત્રકારો સંગઠનોએ પ્રિયદર્શીના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.