અબડાસાના મુઠીયાર ગામે 1 સમાજના 2 જુથ્થ વચ્ચે થઈ મારામારી

copy image

ભુજ: અબડાસા તાલુકાના મુઠીયા ગામે વાડો બનાવવા મુદ્દે એક જ સમાજના બે જુથ વચ્ચે મારામારી થતા નલીયા પોલીસ મથકે જુદી જુદી ત્રણ ફોજદારી દાખલ કરાઇ હતી. બંને પક્ષે સામસામી 12 શખ્સો સામે ગુનો દાખલ કરાયો હતો. નલીયા પોલીસ મથકે નોંધાયેલી ફરીયાદ મુજબ, લાખુભા ગગુભા ચાવડા (ઉ.વ.50)એ નવુભા ઉર્ફે નરેન્દ્રસિંહ સતુભા જાડેજા, રણજીતસિંહ દેવાજી જાડેજા, સતુભા ધનુભા જાડેજા, મહેન્દ્રસિંહ સતુભા જાડેજા, બાબુભા દાનુભા જાડેજા, રાજુભા બાબુભા જાડેજા, હઠુભા દેવાજી જાડેજા સામે ફરીયાદ નોંધાવી હતી. સાતેય આરોપીઓ એક સંપ કરી ગેરકાયદેસર મંડળી રચીને ફરીયાદી તેમજ સાહેદો પર લાકડીઓ અને કુહાડી વડે હુમલો કર્યો હતો. બીજી તરફ સતુભા દાનસંગજી જાડેજા (રહે. મુઠીયાર, અબડાસા)વાળાએ લાખુભા ગગુભા ચાવડા, મોકાજી દાનસંગજી ચાવડા, બુદ્ધુ દાનુભા ચાવડા વિરૂદ્ધ વાડો બનાવવાના મનદુ:ખે લાકડી વડે માર માર્યાની ફોજદારી નોંધાવી હતી. કોઠારા પોલીસ મથકના પીએસઆઇ એચ. એચ. જાડેજાએ બંને પક્ષે ગુનો દાખલ કરી આગળની તજવીજ હાથ ધરી હતી.